Top Stories
khissu

શું PM કિશાન યોજનામાં રૂ.૨૦૦૦ નો હપ્તો વધશે? કૃષિ મંત્રીએ જણાવી માહિતી

કેન્દ્ર સરકાર ની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો 8મો હપ્તો ટુંક સમયમાં જ આવવાનો છે. થોડા દિવસોથી સોશીયલ મિડીયા પર મેસેજ ફરી રહ્યા હતા કે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તામાં વધારો કરવામાં આવશે. આ સંદર્ભે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સ્પષ્ટ કહી દીધું છે કે સરકાર ની આવી કોઇ યોજના નથી. તેણે સંસદમાં કહ્યું હતું કે પીએમ કિસાન યોજનામાં કોઈ પ્રકારના રૂપિયા વધારવા નો  પ્રસ્તાવ નથી. નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે ખેડૂતોને વર્ષ દીઠ 6000 રૂપિયા આપવામાં આવે છે. પરંતુ સોશીયલ મિડીયાનાં સમાચાર માં મેસેજ ફરતા હતા કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયા કરી નાખવામાં આવ્યા છે. જે કૃષિ મંત્રીએ નકાર્યું હતું.

2019 માં શરૂ કરવામાં આવી હતી યોજના: આ યોજનાની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019 માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા જમા થાય છે. જે રૂપિયા 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં જમાં કરવામાં આવે છે. 25 ડિસેમ્બરે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 7મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમાં કર્યો હતો.

તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ નથી મળતો: પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દરેક ખેડૂતોને ફાયદો મળતો નથી. આ યોજના અંતર્ગત એવા ખેડૂતોને લાભ મળે છે જે ખેડૂતોને 2 હેકટર જમીન હોય એટલે કે 5 એકર કૃષિ યોગ્ય જમીન હોય. જો કોઈ ખેડૂત ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે તો તેને પીએમ કિસાન નિધિથી બહાર રાખવામાં આવ્યા છે. વકીલ, ડોક્ટર, સીએમ પણ આ યોજનાથી બહાર રહેશે.

બીજા સવાલ માં કૃષિ મંત્રીએ કીધું હતું કે જે લોકો આ યોજનાને પાત્ર નથી એટલે કે અયોગ્ય છે તેના ખાતાઓ માંથી 11 માર્ચ સુધીમાં 78.37 કરોડ રૂપિયા રિકવર કરી લીધા છે.