khissu

શું એરંડાના ભાવ રૂપિયા ૧૦૦૦ થશે? આવક વધતા ભાવ વધશે કે ઘટશે ? જાણો માહિતિ વિગતવાર

ખેડૂત મિત્રો તમે જાણો જ છો કે એરંડા નો પાક લાંબા ગાળાનો પાક કહેવાય છે. એરંડા માટે તમે 9 થી 10 મહિના સુધી મહેનત કરો ત્યારે તમને વધારે માં વધારે ભાવ મળવા જોઈએ અને આગામી સમયમાં એરંડાના ભાવ તમને સારા એવા મળશે તેવી શક્યતાઓ છે.

મિલોની અંદર જે રીતે એરંડાની જરૂર છે તેના કરતાં અડધા ભાગની આવકો બજાર માં આવી રહી છે. મિલોને એરંડા તેમની જરૂરિયાતના પ્રમાણમાં મળતા નથી, જેથી ગયા અઠવાડિયે એરંડાના ભાવ સારા રહ્યા હતા.

હાલ ગુજરાતની તમામ  માર્કેટિંગ યાર્ડ માર્ચ એન્ડિંગ મહિનો હોવાના કારણે બંધ છે. એપ્રિલ મહિનો શરૂ થતાં બજારમાં નવી આવકો શરૂ થવાની છે. ગયા અઠવાડિયે એરંડાની આવક 1 લાખ ગુણીની થઈ હતી.

એપ્રિલ મહિનો શરૂ થતાં બજાર ખુલશે અને આવક ધીમે ધીમે સવા લાખથી દોઢ લાખ મણની થશે. આવક વધવાની સાથે ભાવમાં ઘટાડો થવાની સંભાવના વધુ રહેલી છે.

જ્યારે પીઠાઓ ખુલ્લા હતા ત્યારે માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ 925 થી 935 સુધી બોલતા હતા. તે એપ્રિલ મહિનો શરૂ થતાં કદાચ 900 ની આસપાસ થઈ શકે છે.

આ વર્ષે એરંડાની આવક બે લાખ ગુણી થાય કે તેથી વધુ થાય તો પણ એરંડાના ભાવ 800 રૂપિયાથી વધુ ઘટવાના નથી. જે ખેડૂત મિત્રોએ એરંડા લાંબા સમય માટે સાચવી રાખવા માંગતા ન હોય તો એપ્રિલ મહિનામાં બજાર ખુલેે ત્યારે વેચી નાંખવા જોઈએ.

જે ખેડૂતોને એરંડા નો પાક સાચવી રાખવો હોય તો તે ત્રણ થી ચાર મહિના સાચવવો હોય તો સાચવી રાખે કારણ કે આગળ જતા આ વર્ષમાં એરંડાના ભાવ 1000 રૂપિયાથી વધુ બોલશે તેવી શક્યતાઓ કૃષિ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.

આ માહિતી ગુજરાતનાં તમામ ખેડુતમિત્રો જાણી શકે તે માટે તમારા What's app ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.