khissu

શું આગળ જતા કપાસના ભાવમાં વધારો થશે? કપાસ રાખવો કે વેંચી નાખવો? જાણો માહિતી વિગતવાર

કપાસના ભાવમાં વધારો થશે પરંતુ તેના માટે લાંબી રાહ જોવી પડશે. વિદેશમાં કપાસના ભાવો ઝડપથી ઘટી રહ્યા છે, જેથી ભારતમાં કપાસના ભાવ સ્થિર થઈ ગયા છે અને ધીમે ધીમે ભાવ ઘટી રહ્યા છે. ભાવ તુટવાનું મુખ્ય કારણ એ છે કે વિદેશોમાં રૂ નો વાયદો  તૂટ્યો છે. એક સમયે રૂ નો વાયદો  95 સેન્ટ હતો જે ઘટીને હવે 77 સેન્ટ થઈ ગયો છે. સમય જતાં  રૂ નો વાયદો 18 ટકા ઘટી ગયો છે. વાયદો તૂટવાને કારણે મલ્ટીનેશનલ કંપનીઓ એ પણ ખરીદી કરવાનું બંધ કરી દીધું છે અને સરકારની સંસ્થા સીસીઆઇએ પણ રૂ ના ભાવ વધારવાનું બંધ કરી દીધું છે.

હમણાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જે વિવાદમાં પાકિસ્તાન ની આર્થિક કમિટીએ કોટન ની આયત પર છૂટ આપવાની મંજૂરી આપી હતી, પરંતુ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેના સાથીઓએ દરખાસ્ત ને ફગાવી હતી. જેથી ભારત માંથી રૂની નિકાસ થાય અને ભાવ વધે તેવી શક્યતાઓ રહેલી નથી.

હવે ખરીફ સીઝન માથે છે અને આવનાર ચોમાસુ સારુ જશે તેવી આગાહી શરૂ થઈ ગઈ છે. ખેડૂતોએ કપાસના અત્યારે જે ભાવ ચાલે તેમાંથી 10 થી 15 રૂપિયાનો વધારો થાય એટલે કપાસ વેંચીને પૈસા છૂટા કરી લેવામાં સારા વાટ છે. કારણ કે હવે ભાવ તૂટવાના એંધાણ દેખાય રહ્યા છે.

જ્યારે કપાસની સીઝન ચાલુ થઈ ત્યારે કપાસના ભાવ મણના 800 થી 900 રૂપિયા હતા જે વધીને 1250 થી 1350 થયાં છે જે સારો એવો વધારો કહી શકાય. અત્યારે ભાવ ઊંચા હોવાના કારણે ત્યાંથી હવે ભાવ ઘટવાનું જોખમ પણ મોટું છે.

આમ, કપાસ રાખવો કે વેંચી નાખવો તેના માટે બાબત ખાસ ધ્યાનમાં લેવી. કૃષિ નિષ્ણાતો નુ માનીએ તો હાલ જે ખેડૂતો પાસે કપાસ વધ્યો છે તેને હવે કપાસ વેંચી દેવો જોઈએ. કારણ કે હવે કપાસના ભાવ વધશે એ તેવા સંકેતો ઓછા દેખાય રહ્યા છે.