khissu

શું ગુજરાતમાં ફરી સંપૂર્ણ લોક-ડાઉન આવશે? CM એ આપી માહિતી

  • શું ફરી સંપૂર્ણ Lockdown આવશે?
  • મુખ્યમંત્રીએ આપી લોકડાઉન બાબત માહિતી
  • દિવાળીના તહેવારો બાદ કોરોના કેસમાં વધારો 

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોના નું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે આ વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે આ નિયમો ની જાહેરાત બાદ ગુજરાતના લોકોમાં એક ચર્ચા વ્યાપી ગઇ હતી કે ગુજરાતમાં ફરી સંપૂર્ણ લોકડાઉન આવશે, ત્યારે અંબાજીના દર્શને આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ફરીથી સંપૂર્ણ લોક-ડાઉન લાગુ થવાનું નથી, વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદમાં કડક નિયમો અમલ કરાવવામાં આવ્યા છે આગામી દિવસોમાં ગુજરાત સરકારનો કોઈ પ્લાનિંગ નથી સંપૂર્ણ લૉક ડાઉન કરવા બાબત.

જે મુજબ ગુજરાતમાં ફરી સંપૂર્ણ લોક ડાઉન ( lockdown) થવાનું નથી.

ગઇ રાત્રે અમદાબાદ માં રાત્રી કર્ફ્યુ માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને હજી સુરત, વડોદરા, અને રાજકોટ જેવા જિલ્લામાં આ નિર્ણય લેવાઈ શકે છે. 

અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે થી સોમવાર સવાર સુધી કર્ફ્યુ યથાવત્ રહેશે જેમાં બજારો બંધ રહેશે, બસ સુવિધા બંધ રહેશે, વાહન વ્યવહાર પણ બંધ રહેશે, માત્ર દવા અને મેડિકલ ની દુકાનો ચાલુ રાખવામાં આવશે સાથે જીવન જરૂરિયાતની દુકાનો બાકી શનિવારે અને રવિવારે સંપૂર્ણ દિવસ દરમિયાન કર્ફ્યુ રહેશે.