khissu

કામની વાત / પાક ધિરાણ, વરસાદ આગાહી, રૂ. 4000 સહાય, બજાર હલચલ, બેંક ની સોથી મોટી માહિતી વગેરે ...

અમદાવાદમાં વરસાદ :- અમદાવાદમાં ગઇકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. ત્યારે અચાનક તૂટી પડેલા વરસાદથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના બોપલ, ઘુમાં અને તેની આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.  જ્યારે ગાંધીનગરમાં પણ પવન સાથે વરસાદ થયો હતો.  હવામાન વિભાગ 3 તારીખે અને 4 તારીખે અમદાવાદ સહિત રાજ્યમાં ઘણા સ્થળે વરસાદ પડવાની આગાહી કરી હતી. હજુ પણ બે દિવસ માટે ઉત્તર અને દક્ષિમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

આશ્ચર્યમ્ :- દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.ધમકી 22 વર્ષના સલમાને આપી છે. તેને પોલીસ ને જ ફોન કરીને કહ્યું કે પીએમ મોદીને જાનથી મારી નાખીશ. પોલીસને તપાસ કરતા ખબર પડી કે આરોપી જામીન પર જેલની બહાર આવ્યો છે. પરંતુ જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે તેને જેલની અંદર આવવું હતું જેથી મજબૂરીમાં પોલીસને ફોન કર્યો હતો.

નીતિનભાઈ પટેલની મોટી જાહેરાત :- કોરોના કાળમાં માતા પિતા ગુમાવનાર બાળકોને સહાય આપવાની રૂપાણી સરકારે જાહેરાત કરી હતી. પરંતુ જાહેરાત કર્યા બાદ માતા પિતાનું મોત કોરોના થી થયું છે કે અન્ય કારણથી તે અંગે લોકોમાં ઘણા પ્રશ્નો હતા. તેમજ સહાય મેળવવા માટે અનેક દસ્તાવેજ રજુ કરવા પડતા હોવાથી લોકોના મનમાં અસમંજસ હતી. ત્યારે આ અંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના કાળમાં નિરાધાર બનેલા તમામ બાળકોને સહાય મળશે. અને આ સહાય માટે મરણનું કારણ દર્શાવવું જરૂરી નથી. મરણ પ્રમાણપત્ર માં કોરોના થી મૃત્યુનો ઉલ્લેખ નહિ હોય તો પણ સહાય આપવામાં આવશે. એટલે કે કોરોના થી અનાથ બનેલા બાળકોને સહાય આપવામાં આવશે. યોજનાનો લાભ લેનાર બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને બાળક દીઠ 4 હજાર રૂપિયા આપવામાં આવશે.

દેશ :- ચીનની ઝડપથી વધી રહેલી નૌકા ક્ષમતાને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલયે આશરે 43,000 કરોડના ખર્ચે ભારતીય નૌકાદળ માટે 6 પરંપરાગત સબમરીન બનાવવાની મંજૂરી આપી છે. ખાસ વાત એ છે કે આ બધી સબમરીન દેશમાં બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકારી સૂત્રોએ જણાવ્યુ હતુ કે સબમરીન વ્યૂહાત્મક ભાગીદારીના ભાગ રૂપે બનાવવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતા માં મળેલી બેઠકમાં P 55 ભારત નામના આ પ્રોજેક્ટને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બજાર હલચલ :- સોના ચાંદીની ખરીદી કરનાર માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. વૈશ્વિક બજારોમાં ઘટાડાની વચ્ચે રાજધાની દિલ્હીની બજારોમાં સોનું 388 રૂપિયા ઘટીને 47,917 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. જ્યારે ચાંદી 920 રૂપિયાના ઘટાડા સાથે 69,369 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયું છે. આંતરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવ 70,289 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. ઇન્ડીયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર આ કિંમત તથા તમારા શહેર નાં ભાવમાં 500 થી 1000 રૂપિયાનું અંતર થઈ શકે છે.

ચોમાસાનું આગમન :- ગુજરાતમાં હવામાન ને લઈને IMD વિભાગે આગાહી કરી છે.  ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 48 કલાક વરસાદી માહોલ રહેશે. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસુ મોડું બેસવાની વાત કરી છે. આ વર્ષે ચોમાસુ 20 જૂન પછી બેસવાની આગાહી કરી છે. કેરળમાં આજથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અને આ વર્ષે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના દર્શાવાઇ છે.

ગુજરાતમાં કોરોના ની આંકડાબાજી :- રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નાં 1,120 નવા કેસો નોંધાયા છે, તો 16 લોકોના સંક્રમણ ને કારણે મોત નીપજ્યા છે. ગઈકાલે ફરી એક વખત ગુજરાતમાં કોરોના ની બીજી લહેરમાં કોરોના માં કેસ કરતા સાજા થનાર નો આંકડો વધુ છે. અત્યાર સુધીમાં 9,906 લોકોના મોત કોરોના નાં કારણે થયા છે. નવા કેસોની સામે આજે ગુજરાતમાં 3,398 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,82,374 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.  આમ, દિવસે ને દિવસે એક્ટિવ કેસના આંકડામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 1,79,14,812 લોકોનું કુલ રસીકરણ કરવામાં આવ્યું છે. તો ગઈ કાલે 2,75,139 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

પાક ધિરાણ રકમ ચૂકવવા અંગે :- કોરોના નાં કપરા કાળમાં CM વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતો ને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપી છે. ખેડૂતો દ્વારા લીધેલ ટુંકી મુદ્દતનાં પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદ્દત તા. 30 જૂન સુધી લંબાવીને રાજ્યના ધરતી પુત્રો ને મોટી આર્થિક રાહત આપવાનો આ નિર્ણય વિજયભાઈ રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે. વધુમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના આવા તમામ ખેડૂતો માટે રાજ્ય સરકારના 4 ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. આ નિર્ણયનાં પરિણામે ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત 241.50 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

વેક્સિન :- 2 થી 18 વર્ષના બાળકો માટે કોવેક્સિન ની ટ્રાયલ શરૂ છે. આ સાથે હવે ટુંક સમયમાં જ બાળકો માટેની બીજી વેક્સિન મળવાની આશા વધી છે. AIIMS નાં ડોકટરે જણાવ્યું હતું કે અમેરિકન કંપની ફાઇઝર ની વેક્સિન પણ બાળકોને આપી શકાશે. કેન્દ્રએ પહેલાં પણ આવી વેક્સિન ને મંજુરી આપી છે જેને અમેરિકા, બ્રિટન, WHO દ્વારા ઇમરજન્સી ઉપયોગમા લેવાની મજૂરી મળી હોય. ફાઈઝર ની વેક્સિન ટૂંક સમયમાં જ ભારત પહોંચી રહી છે.

તમારા કામનુ: - રિઝર્વ બેંક એ સામાન્ય માણસને મોટી રાહત આપી છે. આરબીઆઇ એ (NACH)  નેશનલ ઓટોમેટિક ક્લિયરીંગ હાઉસ સિસ્ટમને બધા દિવસે ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમાં રવિવાર અને બેંકોની તમામ રજાઓ સામેલ છે. આ નવી સુવિધા 1 ઓગસ્ટ 2021 થી લાગુ પડશે. MPC ની બેઠકમાં શુક્રવારે આ નિર્ણયની જાણકારી આપતા આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. તેને વધુમાં જણાવ્યું હતું કે NACH મોટાપાયે લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે એક પોપ્યુલર અને મુખ્ય ડીજીટ મોડ તરીકે ઉભરી આવ્યું છે.