khissu

વાહ, આજે ૧૩ માર્કેટ યાર્ડમાં ૧૩૦૦+ ભાવ, જાણો આજનાં (૨૪ ફેબ્રુઆરી, બુધવાર) ઊંચા કપાસ ભાવો

નમસ્કાર ખેડૂત ભાઈઓ,

સોમવારે ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં સવા થી દોઢ લાખ મણની હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક મંગળવારે યથાવત  હતી. કડીમાં મહારાષ્ટ્રની 150 ગાડી, આંધ્રની 4 થી 5 ગાડી, કર્ણાટકની 5 થી 6 ગાડી અને કાઠિયાવાડની 225 ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.1200 થી 1235, આંધ્રના રૂ.1200 થી 1240, કર્ણાટકના રૂ.1200 થી 1255 અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.1140 થી 1210 ભાવ એવેરેજ બોલાતા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક ઘટીને 1.10 લાખ મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1050 થી 1070 અને ઊંચામાં રૂા.1270 થી 1310 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવમા રૂ. 5 સુધર્યા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.10 ઘટયા હતા. જીન પહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે 35 ઉપરના ઉતારા અને 10 ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.1275 થી 1280 બોલાતા હતા.

સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગઈ કાલે કપાસની ગુણીમાં આવક 135708 રહી હતી. જયારે આજે આવક ગુણી માં 161845 હતી.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસના ભાવ સતત વધતાં હોવાથી ખેડૂતો હવે કપાસ ન વેચાવા માટે મક્કમ બન્યા છે. સાથે વિદેશમાં સારી ગુણવત્તા વાળા કપાસની માંગ  પણ વધી છે, જેથી ભાવ વધ્યાછે અને ભાવ વધવા પસલ બીજા પણ ઘણાં જવાબદાર કારણો છે જેવા કે ઓછો કપાસ માર્કેટ યાર્ડમાં આવવો, કમોસમી વરસાદ, ગુલાબી ઈયળ, ઉત્પાદન ઓછું, સારા કપાસની આવક ન થવી, વેપારી સંગઠનો સંગ્રહ કરી બેઠા છે. જેવા ઘણાં કારણોથી કપાસ ભાવ વધી રહ્યા છે. 

આજના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતની 12+ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1300 અથવા 1300+ જોવા મળ્યા હતો.
જેમાં જેતપુર માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી ઉંચો ભાવ 1351 જોવા મળ્યો છે.

હવે જાણી લઇએ આજના (૨૪/૦૨/૨૦૨૧, બુધવારનાં) કપાસનાં ભાવો.

રાજકોટ :- નીચો ભાવ  1075 ઉંચો ભાવ 1263
અમરેલી :- નીચો ભાવ 835 ઉંચો ભાવ 1300
સાવરકુંડલા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1280
જસદણ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1275
બોટાદ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1318
મહુવા :- નીચો ભાવ 948 ઉંચો ભાવ 1221
ગોંડલ :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1281
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1264
જામજોધપરુ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1260
ભાવનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1295
જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300
બાબરા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1328
જેતપરુ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1351
વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1250
મોરબી :- નીચો ભાવ 1011 ઉંચો ભાવ 1253
હળવદ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1251
‌વિસાવદર :- નીચો ભાવ 932 ઉંચો ભાવ 1172
તળાજા :- નીચો ભાવ 1027 ઉંચો ભાવ 1230
ઉપલેટા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1240
માણાવદર :- નીચો ભાવ 750 ઉંચો ભાવ 1280
‌વિછીયા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300
ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1260
લાલપરુ :- નીચો ભાવ 1005 ઉંચો ભાવ 1276
ખંભાળિયા:- નીચો ભાવ 850 ઉંચો ભાવ 1150
ધ્રોલ :-  નીચો ભાવ 1020 ઉંચો ભાવ 1209
પાલીતાણા :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1180
હારીજ :- નીચો ભાવ 1120 ઉંચો ભાવ 1260
ધનસૂરા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1180
‌વિસનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1304
‌વિજાપરુ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1321
કુકરવાડા :- નીચો ભાવ 1140 ઉંચો ભાવ 1314
ગોજારીયા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1262
‌હિંમતનગર :- નીચો ભાવ 1061 ઉંચો ભાવ 1271
માણસા :- નીચો ભાવ 1051 ઉંચો ભાવ 1310
કડી :- નીચો ભાવ 1075 ઉંચો ભાવ 1286
પાટણ :- નીચો ભાવ 1111 ઉંચો ભાવ 1301
થરા :- નીચો ભાવ 1052 ઉંચો ભાવ 1260
તલોદ :- નીચો ભાવ 1190 ઉંચો ભાવ 1240
ડોળાસા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1170
વડાલી :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1320
‌ટિંટોઇ :- નીચો ભાવ  1050 ઉંચો ભાવ 1130
ગઢડા :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1271
ઢસા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1253
કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1050
ધંધકાુ :- નીચો ભાવ 1096 ઉંચો ભાવ 1305
વીરમગામ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1171
જાદર :- નીચો ભાવ 1110 ઉંચો ભાવ 1175
ચાણસ્મા :- નીચો ભાવ 1027 ઉંચો ભાવ 1156
ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1140 ઉંચો ભાવ 1165
ઉનાવા :- નીચો ભાવ 1071 ઉંચો ભાવ 1311
સતલાસણા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1221

હાલ વિદેશમાં કપાસની માંગ વધી છે જેમને કારણે સારી ગુણવત્તા વાળા કપાસનાં ભાવમાં તેજી નો માહોલ સર્જાયો રહ્યો છે. આગળ કપાસની અછત થવાથી હજી પણ ભાવ વધારો થાય તેવી શક્યતા કૃષિ નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે. આજે ગુજરાતની 12 થી વધારે માર્કેટ યાર્ડમાં 1300+ કપાસ ભાવો રહ્યા હતા. આ ભાવો ખેડૂતો માટે ખુબ સારા કહી શકાઈ જેથી ખેડૂત ભાઈઓએ કપાસનું વેચાણ કરી લાભ લઇ લેવો જોઈએ. આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે શેર કરો.

આભાર