khissu

વાહ, કપાસનાં ભાવ 1421 ની સપાટીએ / જાણો આજનાં ચાલુ કપાસનાં ભાવો

ગઈ કાલે ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસની આવક પોણા બે લાખ મણની હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ગુરૂવારે ફરી ઘટીને ૧૫૦ ગાડીની રહી હતી કડીમાં મહારાષ્ટ્રની 150 ગાડી, આંધ્રપ્રદેશ ની 4-5 ગાડી અને કર્ણાટકની 5-6 ગાડી અને કાઠિયાવાડની આવક 125 ગાડીની હતી. કડીમાં કપાસમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.1200 થી 1255, આંધ્રપ્રદેશના રૂ.1208 થી 1240, કર્ણાટકના કપાસના ભાવ રૂા.1200 થી 1255 અને સૌરાષ્ટ્રના કપાસના ભાવ રૂ.1140 થી 1208 ભાવ બોલાતા હતા. કડીમાં ગુરૂવારે કપાસના ભાવ મણે રૂ.10 વધ્યા હતા.  

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં બુધવારે કપાસની આવક આવક 1.30 લાખ મણની હતી, કપાસના ભાવ નીચામાં રૂ.1050 થી 1070 અને ઊંચામાં રૂ.1270 થી 1300 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ.10 વધ્યા હતા. નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.૫ વધ્યા હતા. ખેડૂતો પાસે જ્યારે કપાસનો જથ્થો ખૂટી રહ્યો છે ત્યારે કપાસ ભાવ માં વધારો જોવા મળ્યો છે. જેમાં ઘણાં જવાબદાર કારણો છે જેવા કે, 

૧) સારી ગુણવત્તા વાળા કપાસની માંગ વિદેશ માં વધી છે. 

૨) કપાસ આવક ઓછી થઈ છે / કમોસમી વરસાદ / ગુલાબી ઈયર જવાબદાર 

૩) આ વર્ષે ઓછું વાવેતર/ઉત્પાદન થયું છે. 

૪) આગળ ભાવ વધશે તેવી આશા રાખી ઘણાં ખેડૂતો /વેપારી સંગઠનો સંગ્રહ કરી બેઠાં છે 

૫) સારી ગુણવત્તા નો કપાસ ઓછો છે, આ સિવાઈ બીજાં કારણો પણ જવાબદાર છે. 

હાલ, કપાસની આવક ખેડૂતો પાસે તળિયે છે ત્યારે બજાર ભાવમાં તેજીનો માહોલ સર્જાયો છે અને આ વર્ષે કપાસમાં ગુલાબી ઈયળ અને કમોસમી વરસાદ ને કારણે ઉત્પાદન પણ ઘટયું છે. આગળ હજી પણ ભાવ વધારો થાય તેવી સંભાવના કૃષિ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. 

આજના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતની 60 માંથી 10+ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1300 અથવા 1300+ જોવા મળ્યો હતો. જેમાં લાલપુર માર્કેટ યાર્ડમાં આજે કપાસનો સૌથી ઉંચો ભાવ 1421 જોવા મળ્યો છે. 

હવે જાણી લઈએ આજના (24/01/2021,શુક્રવાર) કપાસના ભાવો.

રાજકોટ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1265

અમરેલી :- નીચો ભાવ 750 ઉંચો ભાવ 1300

સાવરકુંડલા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1305

જસદણ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1295

બોટાદ :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1319

મહુવા :- નીચો ભાવ 975 ઉંચો ભાવ 1242

ગોંડલ :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1251

કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1268

જામજોધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1270

ભાવનગર :- નીચો ભાવ 1071 ઉંચો ભાવ 1255

જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1253

બાબરા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1322

જેતપુર :- નીચો ભાવ 1035 ઉંચો ભાવ 1301

વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1257

મોરબી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1252

રાજુલા :- નીચો ભાવ 930 ઉંચો ભાવ 1271

હળવદ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1251

‌વિસાવદર :- નીચો ભાવ 820 ઉંચો ભાવ 1200

તળાજા :- નીચો ભાવ 810 ઉંચો ભાવ 1301

ઉપલેટા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1265

માણાવદર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1286

‌વિછીયા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1250

ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1260

લાલપુર :- નીચો ભાવ 1107 ઉંચો ભાવ 1421

ધ્રોલ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1206

પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1210

હારીજ :- નીચો ભાવ 1101 ઉંચો ભાવ 1270

ધનસૂરા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1201

‌વિસનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1313

‌વિજાપુર :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1294

કુકરવાડા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1290

ગોજારીયા :- નીચો ભાવ 1255 ઉંચો ભાવ 1256

‌હિંમતનગર :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1285

માણસા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1301

કડી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1300

થરા :- નીચો ભાવ 1111 ઉંચો ભાવ 1200

તલોદ :- નીચો ભાવ 1200 ઉંચો ભાવ 1234

સિધ્ધપુર :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1321

ડોળાસા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1200

દીયોદર :- નીચો ભાવ 970 ઉંચો ભાવ 1170

બેચરાજી :- નીચો ભાવ 1091 ઉંચો ભાવ 1205

ગઢડા :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1255

ઢસા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1243

કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1100

ધંધુકા :- નીચો ભાવ 1146 ઉંચો ભાવ 1320

વીરમગામ :- નીચો ભાવ 995 ઉંચો ભાવ 1147

ચાણસ્મા :- નીચો ભાવ 1112 ઉંચો ભાવ 1265

ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1180 ઉંચો ભાવ 1216

ઉનાવાબ:- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300

શિહોરી :- નીચો ભાવ 1120 ઉંચો ભાવ 1210

ઇકબાલગઢ :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1261

સતલાસણા :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1150