khissu

વાહ રે મોદીજી ! નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક કા ડબલ સ્કીમ જોવા મળી

ગઈ કાલે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું. જોકે આજે નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમવા જય રહી હતી જે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી.

પાણીના એક ગ્લાસ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા :

નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં આજે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી ત્યારે સ્ટેડિયમમાં અંદર કોઈપણ પ્રકારનું ફૂડ કે પાણીની બોટલ લઇ જવાની મનાઈ હતી. એવામાં બપોરની ગરમીમાં તરસ છીપાવવા દર્શકો સ્ટેડિયમના પેવેલીયનમાં જઇ પાણી ખરીદતા હતા આશ્વર્યની વાત તો એ છે કે, અહીં પાણીના એક ગ્લાસની કિંમત 10 રૂપિયા હતી. પરંતુ લોકો પાસે આ સિવાય બીજો કોઈ ઓપશન ન હોવાથી પાણી ખરીદતા હતા.

વેપારીએ ચાલાકી અપનાવી એક બોટલે 20 રૂપિયાનો નફો મેળવ્યો : 

વેપારી લોકોને AMC જલની બોટલમાંથી 4 ગ્લાસ ભરતો હતો. જોકે એક બોટલની કિંમત બહાર 20 રૂપિયા છે જ્યારે વેપારી 4 ગ્લાસ ભરીને દર ગ્લાસ દીઠ 10 રૂપિયા એટલે 40 રૂપિયા મેળવતો. આમ વેપારી એક બોટલ દીઠ 20 રૂપિયા લાભ મેળવતો હતો.

જોકે સ્ટેડિયમમાં વિદેશથી લોકો જોવા આવ્યા હતા પરંતુ લોકો પાસે આ સિવાય બીજો કોઈ ઓપશન ન હોવાથી તરસ છીપાવવા ખરીદી લેતા હતા.

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ડિજિટલ પેમેન્ટની સુવિધા ન હતી :

આપણા દેશને મોદીજી જ્યારે ડિટીટલ નેશન બનાવની વાત કરે છે ત્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ડિજિટલ પેમેન્ટની કોઈપણ સુવિધા ન હતી. સ્ટેડિયમમાં ફૂડ ખરીદવા પણ રોકડ રકમ ચૂકવવી પડતી હતી. દેશમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે તો ડિજિટલ સુવિધા બેસ્ટ ઓપશન કહી શકાય પરંતુ અહીં એવી કોઈ પણ સુવિધા હતી નહીં.