khissu

વાહ, હવે IPL માં 10 ટીમ રમશે જેમાં હશે એક ગુજરાતની ટીમ પણ

નમસ્કાર મિત્રો...

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ની મળેલી ગુરુવાર ની મીટીંગ અમદાવાદ માં યોજાઈ હતી જે ૮૯ મી વાર્ષિક સામાન્ય સભા (AGM) હતી.

આ સભામાં BCCI ના ઉપાધ્યક્ષ મહિમ વર્માના રાજીનામા બાદ આ પદ ખાલી હતું. આથી તેનો કાર્યભાર રાજીવ શુક્લાએ સંભાળ્યો હતો. રાજીવ શુક્લા એ ઈન્ડિયન પ્રીમિયર લીગ માં સંચાલન પરિષદના ફેમસ ચેરમેન રહી ચૂક્યા છે. તે ૨૦૧૭ માં ઉત્તર પ્રદેશ માં ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

સાથો સાથ એ પણ જાણો કે આ સભામાં મહત્વ પૂર્ણ નિર્ણય આઈપીએલ ની ટીમ ને લઇ ને થયો છે. જેમાં આગળ માહિતી જાણીએ તો આઈપીએલ માં કુલ ૮ ટીમ ભાગ લેતી હતી. પરંતુ સભામાં થયેલા નિર્ણય અનુસાર હવે થી ૨ ટીમ વધુ ભાગ લેશે.

આમ, કુલ ૧૦ ટીમો આઈપીએલ માં ભાગ લેશે. જો ટીમ વધુ થશે તો ૯૪ મેચનું આયોજન કરવું પડશે જેથી બે મહિના ઉપર સમય લાગશે. જેના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટનુ નુ ટાઈમ ટેબલ પણ બગડી શકે છે.

અને BCCI એ સભામાં  જણાવ્યું હતું કે આ આવેલી નવી ૨ ટીમ આગામી સીઝન ૨૦૨૧ માં રમશે નહિ. પરંતુ ૨૦૨૨ માં યોજાવાની આઈપીએલ મેચમાં ભાગ લેશે.

અને સભામાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો કે કોવિડ-૧૯ મહામારી ના કારણે પ્રથમ વર્ગના ખેલાડીઓને પુરુષ તેમજ મહિલા બન્ને ને વળતર ચૂકવવામાં આવશે.