Top Stories
khissu

નોકરી છોડો શરૂ કરો આ ધાંસૂ બિઝનેસ, મહિને થશે 5 લાખથી વધુની કમાણી

હાલમાં જો તમે નોકરીની જગ્યાએ કોઈ નવા બિઝનેસ વિશે વિચારી રહ્યા હોય તો અમે તમારે માટે એક સરજ આઈડિયા લઈને આવ્યા છીએ. આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવીશું જેના દ્વારા તમે દર મહિને 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. નોંધનિય છે કે, આજકાલ કાર્ડબોર્ડની ઘણી માંગ છે. ઓનલાઈન બિઝનેસમાં કાર્ડબોર્ડની સૌથી વધુ જરૂર રહે છે. હાલના સમયમાં નાના-મોટા તમામ માલના પેકેજિંગ માટે કાર્ડબોર્ડની જરૂર હોય  છે. આ બિઝનેસ શરૂ કરીને તમે સારો એવો નફો કરી શકો છો અને મહત્વની વાત એ છે કે તેની માંગ આખા વર્ષ દરમિયાન સમાન રહે છે, તેથી જ આ બિઝનેસમાં મંદી ઘણી ઓછી આવે છે. 

આ બિઝનેસ શરૂ કરવા માટે શું શું જોઈએ
કાચો માલ (raw material)
જો આપણે કાચા માલ(raw material)ની વાત કરીએ તો આ વ્યવસાય શરૂ કરવા માટે ક્રાફ્ટ પેપર સૌથી મહત્વની વસ્તુ છે. જે તમને બજારમાં અંદાજે 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવેથી મળી જશે. તમને જણાવી દઈએ કે તમારું ક્રાફ્ટ પેપર જેટલું સારું હશે તેટલી જ બૉક્સની ગુણવત્તા પણ સારી રહેશે.

કેટલી જગ્યાની જરૂર પડશે
આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે લગભગ 5 હજાર ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે કારણ કે આ વ્યવસાયમાં તમારે સામાન રાખવા માટે એક પ્લાન્ટની સાથે સાથે વેરહાઉસ પણ બનાવવું પડશે. તમારે ભીડભાડવાળી જગ્યાએ કાર્ડબોર્ડ બોક્સનો ધંધો શરૂ ન કરવો જોઈએ કારણ કે આવી સ્થિતિમાં તમને સામાન લાવવા અને લઈ જવામાં મુશ્કેલી થશે. મોટાભાગના લોકો આ ધંધો મોટા પાયા પર જ કરે છે.

મશીનની પણ જરૂર પડશે
આ વ્યવસાયમાં બે પ્રકારના મશીનો હોય છે, પ્રથમ સેમી ઓટોમેટિક મશીન અને બીજું ફુલ્લી ઓટોમેટિક ઓટોમેટિક મશીન. આ મશીનમાં જેટલો રોકાણનો તફાવત છે તેટલો જ આકારનો પણ તફાવત છે.

આ વ્યવસાયમાં કેટલો નફો થશે
જો આ બિઝનેસમાં આપણે નફાની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન તેની માંગ એક જ રહે છે અને કોરોનાના સમયગાળા દરમિયાન આવા બોક્સની માંગ ઘણી વધારે જોવા મળી છે. ખાસ વાત એ છે કે આ બિઝનેસમાં પ્રોફિટ માર્જિન પણ ખૂબ જ વધારે છે, જો તમે ગ્રાહક બનાવી શકો અને સારું માર્કેટિંગ કરી શકો તો આ બિઝનેસ શરૂ કરીને દર મહિને 5 થી 10 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.

આ વ્યવસાયમાં કેટલું રોકાણ કરવું પડશે
જો આપણે રોકાણની વાત કરીએ તો, જો તમે તેને નાના પાયે કરવા માંગો છો, તો તમારે ઓછું રોકાણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે આ બિઝનેસમાં ઉપયોગમાં લેવાતા મશીનો મોંઘા હોય છે. જો તમે સેમી ઓટોમેટિક મશીન લો છો, તો તમારે 20 લાખ સુધીનું રોકાણ કરવું પડશે. આ ઉપરાંત જો તમે સંપૂર્ણ ઓટોમેટિક મશીન લો છો તો તમારે 50 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.