khissu

બોમ્બે હાઇકોર્ટના જજે એવા ચુકાદાઓ આપ્યા તમે પણ ગુસ્સે થઈ જશો, સુપ્રિમકોર્ટે જજનું કાયમી પદ રદ કર્યું

આજકાલ છોકરીઓને છેડતી કરવી તથા બળાત્કારના અઢળક કેસ જોવા મળે છે આ બધા પાછળ એકરીતે તો તંત્ર જવાબદાર છે. આવા લોકોને કોઈ સરખી સજા સંભળાવવામાં આવતી નથી અને જો સજા થાય પણ છે તો તે જામીન આપીને છૂટી જાય છે.


ત્યારે હાલમાં જ બોમ્બે હાઇકોર્ટ ના ન્યાયાધીશ પુષ્પા ગનેડીવાલાએ ઉપરાઉપરી બે ચુકાદા આપ્યા કે વિવાદ સર્જાઈ ગયો તેના ચુકાદા એવા હતા કે જાણી તમે પણ ચોંકી ઉઠશો. આ ચુકાદા પછી સુપ્રિમકોર્ટે પુષ્પા ગનેડીવાલાની કાયમી જજ તરીકેની ભલામણ રદ કરી નાખી.


પુષ્પા ગનેડીવાલાએ આપેલા બે ચુકાદા :


૧) એક કેસ મુજબ ૧૨ વર્ષની સગીરા પર અંધારામાં આરોપીએ સગીરાના સ્તનને સ્પર્શ કરવા લાગ્યો જે અંગે સગીરાએ કેસ નોંધાવ્યો હતો ત્યારે આ કેસના ચુકાદામાં પુષ્પા ગનેડીવાલાએ કહ્યું કે, આરોપીએ સગીરાએ પહેરેલા કપડાં ઉપર સ્પર્શ કર્યો હતો, જેથી ત્વચાથી ત્વચાનો સંપર્ક થયો નથી તેમ કહી આરોપી ને નિર્દોષ ઘોષિત કર્યો.

૨) આવી જ રીતે સતત બીજા દિવસે પણ એક કેસ અંતર્ગત ચુકાદો આપતા કહ્યું કે, પાંચ વર્ષની બાળકીનો હાથ પકડવો અને તેની સામે પેન્ટની ચેઇન ખોલવી ગુનો ગણાય નહીં


આમ પુષ્પા ગનેડીવાલાના આવા ચુકાદાઓ પછી એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે આ ચુકાદો ભયાનક સાબિત થઈ શકે છે જેથી સુપ્રીમ કોર્ટ આરોપીને નિર્દોષ ઘોષિત કરવાના ચુકાદા પર સ્ટે મૂકી દીધો હતો. આમ કાયદાના વિચિત્ર અર્થઘટન બદલ સુપ્રિમકોર્ટે પુષ્પા ગનેડીવાલાના કાયમી જજ તરીકેની ભલામણ ને રદ કરી નાખી હતી.