Top Stories

Best Portable AC: 2000થી ઓછી કિંમતના સસ્તા પોર્ટેબલ એસી, ગમે ત્યાં લઇ જાવ

 ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શેકાઇ રહ્યા છે. સતત વધી રહેલા તાપમાનથી લોકો પરેશાન છે અને ગરમીથી રાહત મેળવવા માટે પંખા, કૂલર અને એસીની ખરીદી જોરશોરથી કરી રહ્યા છે. જો તમારું બજેટ ઓછું હોય અને તમે કાળઝાળ ગરમીથી છૂટકારો મેળવવા માટે સસ્તા પોર્ટેબલ એર કુલરની શોધમાં હોવ તો તમને ઓનલાઇન ઘણા બધા વિકલ્પો મળી જશે.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ પોર્ટેબલ એસી વિશે જે 2000 રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં આવે છે. ચાલો જાણીયે, આ નાના પોર્ટેબલ એસીની કિંમત અને ખાસિયતો વિશે, જે તમારા રૂમને થોડીક જ સેકન્ડોમાં ભીષણ ગરમીમાં કાશ્મીર જેવું બનાવી દેશે.

Drumstone Portable AC (10+5 Years Warranty ) ડ્રમસ્ટોન પોર્ટેબલ એસી
ડ્રમ્સટનના આ પોર્ટેબલ કૂલરની કિંમત 1299 રૂપિયા છે. ડ્રમસ્ટોન પોર્ટેબલ એસી વજનમાં હલકું છે અને કોમ્પેક્ટ ડિઝાઇન સાથે આવે છે. ઓફિસ અને ઘર માટે આદર્શ આ પોર્ટેબલ એર કૂલરને ટીપાઈ કે બેડસાઇડ ટેબલ પર સરળતાથી મૂકી શકાય છે. કંપની આ મોડલ પર 10 + 5 વર્ષની કંપની વોરંટી સાથે આવે છે.

Vasukie Table Fan With Mist, Portable Air Conditioner : વાસુકી ટેબલ ફેન
2001 રૂપિયાની કિંમત ધરાવતો આ વાસુકી પોર્ટેબલ ફેન ઘણો સસ્તો અને સાઇઝમાં ઘણો નાનો છે. આ પોર્ટેબલ એર કંડિશનર ગમે ત્યાં સરળતાથી લઇ જવામાં આવે છે, જે ઉનાળાની ઋતુમાં ખૂબ જ ઠંડક આપે છે. તે ઓફિસ અને ઘરમાં ઉપયોગ માટે યોગ્ય છે

F4FIVE 4000mAh Double Ended Spray Fan : F4FIVE 4000mAh ડબલ એન્ડેડ સ્પ્રે ફેન
આ નાના પોર્ટેબલ સ્પ્રે ફેનની કિંમત 1399 રૂપિયા છે. આ પોર્ટેબલ એર કુલર ત્વરીત ઠંડકની સુવિધા આપે છે. તેમાં 4000mAh બેટરી અને યુએસબી કનેક્ટિવિટી આપવામાં આવી છે. આ પોર્ટેબલ એસી ઘર, ઓફિસ અને આઉટડોર ઉપયોગ માટે પરફેક્ટ છે.

Hometronics Lightweight Portable Tower Air Cooler : હોમટ્રોનિક્સ લાઇટવેઇટ પોર્ટેબલ ટાવર એર કુલર
2000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આવતો આ ટાવર ફેન રૂમને તરત જ ઠંડો કરે છે. પાવરફુલ એર ફ્લો ટેક્નોલોજી સાથે આ મિની એર કંડિશનર દાવો કરે છે કે રૂમનો દરેક ખૂણો ઠંડો રહેશે. વજનમાં હળવો અને કદમાં નાના હોવાને કારણે તેને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે.