khissu

કઈ રીતે અને કોણ બનાવે છે ઓકિસજન? કોરોના કાળમાં ઓકિસજનની સપ્લાય કરવામાં કઈ કઈ કંપનીઓ મદદ કરે છે? જાણો ઓકિસજન બનાવવાની સંપુર્ણ પ્રકિયા

અત્યારની સ્થિતિ જોતાં કોરોના નો પ્રકોપ એકાએક વધી રહ્યો છે. પરિસ્થિતિ અત્યારે એવી બની ગઈ છે કે ઘણા રાજ્યો સ્વૈચ્છિક લોકડાઉન પણ લગાવી ચૂક્યા છે. દિલ્લી અને મુંબઈ જેવા રાજ્યોમાં લોકડાઉન નાં માધ્યમથી કોરોના સંક્રમણ રોકવામાં આવી રહ્યું છે. કોરોના નાં દર્દીઓની સંખ્યા એટલી હદે વધી ગઈ છે કે હોસ્પિટલો માં બેડ ઓછા પડી રહ્યા છે અને ઓકસીજન સિલિન્ડર ની અછત નોંધાય રહી છે. એવામાં ઘણી સ્ટીલ, પેટ્રોલિયમ અને ઓકસીજન ઉત્પાદક કંપનીઓ ઓકિસજન સિલિન્ડર હોસ્પિટલો માં સપ્લાઇ કરી રહી છે. એવામાં અમુક લોકો સમજી નથી શકતા કે આટલો બધો ઓકસીજન હવામાં હોવા છતાં ઓકસીજન સિલિન્ડર કેમ ઘટી રહ્યા છે?

ઓકસીજન કંઈ રીતે બને છે? 
ઓકસીજન ગેસ ક્રાયોજેનિક ડીસ્ટિલેશન પ્રોસેસ થી બને છે. આ પ્રક્રિયામાં હવા ફિલ્ટર કરવામાં આવે છે જેથી ધૂળ અને માટી દૂર થઈ શકે. ત્યારબાદ હવાને ઘણા તબક્કા માંથી પસાર કરવામાં આવે છે. કંપ્રેસ કરેલ હવાને મોલિક્યુલર કરી હાઇડ્રોકાર્બન અને કાર્બન ડાયોક્સાઈડ ને અલગ કરવા માટે છલની એડજોર્બરથી ટ્રીટ કરવામાં આવે છે.

આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા પછી, કંપ્રેસ હવા ડીસ્ટિલેશન કોલમ માં જાય છે. જ્યાં તેને ઠંડી કરવામાં આવે છે. ઠંડી કરવાની પ્રક્રિયા plat fin heat exchanger & expansion turbine થી થાય છે. ઓકસીજન ને માઈનસ 185 ડિગ્રી સેંટીગ્રેટ તાપમાને ઠંડુ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણી વખત કરવામાં આવે છે જેથી નાઈટ્રોજન, ઓકસીજન જેવા ગેસો અલગ અલગ થઈ જાય. આ પ્રક્રિયાથી લિકવિડ અને ગેસ ઓકસીજન મળે છે. ભારતમાં એક બે નહીં પણ ઘણી કંપનીઓ છે જે ઓકસીજન ગેસ બનાવે છે. ઓકસીજન નો ઉપયોગ ફક્ત હોસ્પિટલો માં જ નહિ પરંતુ ઘણા બધા ઉદ્યોગો જેવા કે સ્ટીલ, પેટ્રોલિયમ વગેરેમાં થાય છે. 

કંઈ કંઈ કંપનીઓ હોસ્પિટલોમાં ઓકસીજન સ્પલાય કરે છે?
ટાટા સ્ટીલ કંપની 200-300 ટન લિકવિડ મેડિકલ ઓકસીજન તમામ હોસ્પિટલો અને રાજ્ય સરકારો ને મોકલી રહીં છે. મહારાષ્ટ્ર માં કોરોના નાં વધતા સંક્રમણ ને જોતા જિંદલ સ્ટીલ તરફથી રાજ્ય સરકાર ને દરરોજ 185 ટન ઓકસીજન સ્પલાઈ કરી રહી છે. એટલું જ નહિ જિંદલ સ્ટીલ તરફથી છત્તીસગઢ અને ઓડિશામાં પણ 50 થી 100 ટન ઓકસીજન સપ્લાઇ કરવામાં આવે છે. ઓર્સલ મિત્તલ નિપ્પો સ્ટીલ કંપની દરરોજ 200 મેટ્રિક ટન ઓકસીજન હોસ્પિટલો માં અને રાજ્ય સરકાર ને સપ્લાઇ કરી રહી છે. રિલાયન્સ કંપની પણ ગુજરાત અને મહારાષ્ટ્રની સરકાર ને ઓકસીજન સપ્લાઇ કરે છે.