બૅંકો, રેશનકાર્ડ અને ગેસ સાથે જોડાયેલ 8 નિયમો 1લી ફેબ્રુઆરીથી બદલી જશે, જાણો ક્યાં-ક્યાં? કેટલી અસર?

બૅંકો, રેશનકાર્ડ અને ગેસ સાથે જોડાયેલ 8 નિયમો 1લી ફેબ્રુઆરીથી બદલી જશે, જાણો ક્યાં-ક્યાં? કેટલી અસર?

નવા મહિનાની શરૂઆત સાથે ઘણા બધા નિયમો સાથે ફેરફારો થતા હોય છે, મિત્રો આ ફેરફારો દરેક લોકોના રોજિંદા જીવનને અસર કરતા હોય છે.  આજે અમે ફેબ્રુઆરી મહિનામાં થતા થોડા ફેરફારો વિશે અહીં જણાવીશું.

1) બેંકોમાં 12 દિવસ રજા રહેશે.
નૂતન વર્ષ 2022ના ફેબ્રુઆરી મહિનાનું બેંક હોલિડે જાહેર થયું ચૂક્યું છે. ફેબ્રુઆરી 2022 માં, બેંકો 12 દિવસ માટે બંધ રહેશે. જેમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. ફેબ્રુઆરી મહિનામાં, વસંત પંચમી, ગુરુ રવિદાસ જયંતિ જેવા પ્રસંગો છે, જેના પર બેંકોમાં રજા રહેશે. આ દરેક રજાઓ તમામ રાજ્યોમાં લાગુ થતી નથી તેથી આ રજાઓની યાદી જોયા પછી જ બેંક જવાનો પ્લાન બનાવવો.

રજાઓની યાદી નીચે જણાવેલ છે. 
1)ફેબ્રુઆરી 2: સોનમ લોસર (ગંગટોકમાં બેંકો બંધ)
2) ફેબ્રુઆરી 5:- સરસ્વતી પૂજા/વસંત પંચમી (અગરતલા, ભુવનેશ્વર, કોલકાતામાં બેંકો બંધ)
3) ફેબ્રુઆરી 6:- રવિવારની સાપ્તાહિક રજા
4) ફેબ્રુઆરી 12:- મહિનાનો બીજો શનિવાર

5) ફેબ્રુઆરી 13:- રવિવારની સાપ્તાહિક રજા
6) ફેબ્રુઆરી 15:- મોહમ્મદ હઝરત અલી જન્મદિવસ/લુઈસ-નાગાઈ-ની (ઈમ્ફાલ, કાનપુર, લખનઉમાં બેંકો બંધ)
7) ફેબ્રુઆરી 16:- ગુરુ રવિદાસ જયંતિ (ચંદીગઢમાં બેંકો બંધ)
8) ફેબ્રુઆરી 18:- દોલજાત્રા (કોલકત્તામાં બેંકો બંધ)
9) ફેબ્રુઆરી 19:- છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ (બેલાપુર, મુંબઈ, નાગપુરમાં બેંકો બંધ)

10) ફેબ્રુઆરી 20:- રવિવારની સાપ્તાહિક રજા
11) ફેબ્રુઆરી 26:- મહિનાનો ચોથો શનિવાર
12) ફેબ્રુઆરી 27:- રવિવારની સાપ્તાહિક રજા

આ દરેક રજાઓ તમામ રાજ્યોમાં લાગુ થતી નથી તેથી આ રજાઓની યાદી જોયા પછી જ બેંક જવાનો પ્લાન બનાવજો. આવનારા દિવસોમાં બેંકમાં તમારું કામ ન અટવાઇ તે માટે ખાસ કરીને યાદી નોંધી લેજો.

2) પોસ્ટ ઓફિસ નો નવો નિયમ લાગુ, Passbooks ફરજિયાત 
પોસ્ટ ઓફિસે નવા નિયમને લઈને એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં તેઓએ કહ્યું છે કે ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ બંધ કરતી વખતે અથવા અકાળે એકાઉન્ટ બંધ કરતી વખતે, ગ્રાહકે પહેલા તેની પાસબુક સબમિટ કરવી પડશે. આ નિયમ TD, RD, SCSS, MIS, KVP અને NSC માટે લાગુ પડશે. તમામ પોસ્ટ ઓફિસ અને બ્રાન્ચ ઓફિસમાં એકાઉન્ટ બંધ કરતી વખતે હવે પાસબુક જમા કરાવવી ફરજિયાત છે. ફેબ્રુઆરી મહિનાથી આ નિયમ લાગુ થઈ જશે.

3) કેન્દ્રીય બજેટ રજૂ થશે.
વર્ષ 2022 નું કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરી મહિનામાં રજૂ થશે. ૧લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થશે જેમાં મધ્યમ વર્ગ ખેડૂત અને મોટી કંપનીઓ માટે મોટી જાહેરાત થઈ શકે છે. ખેડૂતો માટે પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયાની સહાય વધીને 8000 અથવા તો 9000 થઈ શકે છે. 

મધ્યમ વર્ગની ટેક્સની અંદર રાહત મળે તેવી આશાઓ બંધાયેલી છે. જ્યારે સામાન્ય અને મજુર વર્ગને આર્થિક સહાય મળે તેવા પણ પ્રયાસો થઇ શકે છે. જ્યારે આ વર્ષે મેડિકલ અને શિક્ષણ વિભાગમાં થોડું વધારે બજેટ ફાળવવામાં આવે તેવી શક્યતાઓ છે.

4) LPG ગેસ સિલિન્ડર ભાવ વધશે કે ઘટશે?
દર નવા મહિનાની શરૂઆત સાથે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થતો હોય છે. આ મહિને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો સ્થિર રહે તેવા અહેવાલો મળી રહ્યા છે. કેમ કે આવનારા દિવસોમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી હોવાથી માર્ચ સુધી કોઈ ફેરફાર થાય તેવું જણાતું નથી.

જેવી રીતે દર મહિનાની પહેલી તારીખે નવા ભાવો જાહેર થાય છે અને અમે તમને ખિસ્સુંની (Khissu) એપ્લિકેશન પર જણાવીએ છીએ તેવી જ રીતે આ મહિને પણ જણાવી દઈશું, માટે Khissuની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો.

5) રેશનકાર્ડ ધારકોને લાભો. 
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના ગરીબોને વધારાનું પાંચ કિલો અનાજ મળે છે તેમનું વિતરણ પણ ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવશે. સાથે ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ વિતરણ પણ આપવામાં આવશે.

આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે કોરોના કાળમાં ગરીબોને મફત અનાજ વિતરણ કર્યું હતું, તેમની મુદત વધારી અને માર્ચ મહિના સુધી કરી હતી, માટે આવનાર મહિને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનું અનાજ NFSA નાં રેશનકાર્ડ ધારકોને મળશે. જે રીતે તમારા જિલ્લાની અનાજની દુકાન ઉપર અનાજ ઉપલબ્ધ થતું જશે તેમ તેમ નું વિતરણ ચાલુ કરવામાં આવશે.

6) 1લી ફેબુ્રઆરીથી SBIમાંથી પૈસા ટ્રાન્સફર કરવા મોંઘા થઈ જશે
જો તમે SBI ગ્રાહક છો તો હવે તમારે પૈસા ટ્રાન્સફર કરવા વધુ મોંઘા થઈ જશે. SBIની official વેબસાઈટ મુજબ, બેંક 1 ફેબ્રુઆરીથી IMPS ટ્રાન્ઝેક્શનમાં નવો સ્લેબ ઉમેરવા જઈ રહી છે, જે રૂ.2 લાખથી રૂ.5 લાખ સુધીનો છે. હવે SBIનાં ગ્રાહકોએ IMPS દ્વારા બેંકમાંથી 2થી 5 લાખ રૂપિયા સુધીના રૂપિયા મોકલવા માટે 20 રૂપિયા ઉપરાંત GST ચૂકવવો પડશે. મોટાં ટ્રાન્ઝેક્શન વાળા લોકોને આ નિયમ વધારે અસર કરશે.

7) BOB ચેક ક્લિયરન્સના નિયમોમાં ફેરફાર કર્યો
બેંક ઓફ બરોડાના (BOB) ગ્રાહકોને જણાવી દઈએ કે બેંક 1 ફેબ્રુઆરીથી ચેક ક્લિયરન્સ સાથે જોડાયેલ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. 1 ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે ગ્રાહકોએ પોઝિટિવ પે સિસ્ટમનું પાલન કરવું પડશે. આનો સીધો અર્થ એ થયો કે હવે ગ્રાહકોને ચેક આપ્યા બાદ તે ચેકથી સંબંધિત માહિતી બેંકને મોકલવી પડશે. નહિંતર, તમારો ચેક ક્લિયર થશે નહીં. મેસેજ, ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા પણ બેંકને ચેક વિશે જાણ કરી શકો છો.

BoB નો આ ફેરફાર માત્ર 10 લાખથી વધુની રકમવાળા ચેક માટે છે. જો તમે આ રકમ કરતાં ઓછી રકમનો ચેક ધરાવો છો તો તમને આ નિયમ લાગુ નહીં પડે. SBI અને BoB બંને માં નિયમો મોટાં ટ્રાન્ઝેક્શન કરતા લોકોને અસર કરી શકે છે.

8) PNB તેમના ગ્રાહકો માટે નિયમો કડક બનાવશે. 
PNB દ્વારા બદલાયેલા નિયમો મુજબ, જો તમારા ખાતામાં પૈસા ન હોવાને કારણે તમારા હપ્તા અથવા રોકાણનું ડેબિટ નિષ્ફળ થાય છે, તો તમારે મોટું નુકસાન સહન કરવું પડશે. આ માટે તમારા પર 250 રૂપિયાનો દંડ લાગશે. અત્યાર સુધી આ માટે 100 રૂપિયાનો ચાર્જ (દંડ) લેવામાં આવતો હતો. આ સિવાય જો તમે ડિમાન્ડ ડ્રાફ્ટ કેન્સલ કરો છો કે રદ કરો છો તો તમારે 100 રૂપિયાની જગ્યાએ 150 રૂપિયાનો દંડ ભરવો પડશે.

મિત્રો, આ તમામ નિયમો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. જેમાં બેંક સાથે જોડાયેલા નિયમો દરેક વ્યક્તિઓ એ ખાસ જાણી લેવા જોઈએ, કેમ કે આવનારા દિવસોમાં બેંકની લેવડદેવડને કારણે તમારા ખિસ્સા ઉપર વધારે અસર પડી શકે છે. 

મિત્રો, પહેલી ફેબ્રુઆરીથી બદલાતા દરેક નિયમો અને ફેરફારો ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે આ માહિતી ને તમારા whatsapp ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો, સાથે આવી વધારે માહિતી માટે Khissuની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને વિડિયો દ્વારા માહિતી મેળવવા અમારી Khissu YouTube ચેનલને subscribe કરી લેજો.