khissu

તૈયાર રહેજો વાલીડાઓ... ચૂંટણી પછી મોંઘાદાટ થશે મોબાઈલ રિચાર્જ, કંપનીઓએ કરી લીધી પુરેપુરી તૈયારી

Mobile Recharge: લોકસભાની ચૂંટણી બાદ દેશના કરોડો લોકો પોતાના ખિસ્સા ખાલી કરવા માટે તૈયાર રહે. મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ ટેરિફ વધારવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આનો સીધો મતલબ છે કે ચૂંટણી પછી મોબાઈલ રિચાર્જ મોંઘું થઈ જશે. કંપનીઓએ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને આ વખતે કેટલા પૈસા વધારવા તે પણ નક્કી કર્યું છે.

તાજેતરમાં જ બહાર પડેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય ચૂંટણી બાદ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં 15-17 ટકા ટેરિફ વધવાનો અંદાજ છે. દેશમાં સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં યોજાશે. 4 જૂને મતગણતરી થશે. એન્ટિક સ્ટોક બ્રોકિંગના આ રિપોર્ટ મુજબ ટેલિકોમ સેક્ટરમાં ટેરિફ વધારો લાંબા સમયથી પેન્ડિંગ છે અને એવું માનવામાં આવે છે કે ચૂંટણી પછી વધારો નિશ્ચિત છે. આનો સૌથી વધુ ફાયદો ભારતી એરટેલને થશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમને આશા છે કે ચૂંટણી પછી ઉદ્યોગ ડ્યુટીમાં 15-17 ટકાનો વધારો કરશે. છેલ્લી વખત ડિસેમ્બર 2021માં લગભગ 20 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. મતલબ કે લગભગ 3 વર્ષ પછી ટેરિફ વધારવામાં આવશે. 17 ટકાના વધારાનો અર્થ એ છે કે જો તમે અત્યારે 300 રૂપિયાનું રિચાર્જ કરો છો, તો તે વધારા પછી 351 રૂપિયા થશે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ માટે ગ્રાહક દીઠ સરેરાશ કમાણી (ARPU) બ્લુપ્રિન્ટ રજૂ કરતાં બ્રોકરેજ નોંધમાં જણાવાયું છે કે કંપનીની વર્તમાન ARPU રૂ. 208 છે, જે નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં રૂ. 286 સુધી પહોંચવાની ધારણા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે આશા રાખીએ છીએ કે ભારતી એરટેલનો ગ્રાહક આધાર દર વર્ષે લગભગ બે ટકાના દરે વધશે, જ્યારે ઉદ્યોગ દર વર્ષે એક ટકાના દરે વૃદ્ધિ કરશે.'

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોડાફોન આઈડિયાનો માર્કેટ શેર સપ્ટેમ્બર 2018માં 37.2 ટકાથી લગભગ અડધો ઘટીને ડિસેમ્બર 2023માં 19.3 ટકા થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન ભારતીનો બજાર હિસ્સો 29.4 ટકાથી વધીને 33 ટકા થયો છે. આ સમયગાળા દરમિયાન Jioનો માર્કેટ શેર 21.6 ટકાથી વધીને 39.7 ટકા થયો છે.