khissu

સરકારે મોબાઈલ કોલિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, કોલ આવશે ત્યારે નંબરની સાથે આ ખાસ માહિતી દેખાશે

mobile calling rules: ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ગુરુવારે ટેલિકોમ ગ્રાહકોને કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) સેવાઓ માટે પરીક્ષણ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. માહિતી અનુસાર, તમામ ટેલિકોમ ઓપરેટરોને મોકલવામાં આવેલા પત્રમાં, ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને CNAP માટે ટ્રાયલ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે, જે ટેલિકોમ ગ્રાહકોને જાણવામાં મદદ કરશે કે વાસ્તવમાં કોણ કોલ કરી રહ્યું છે, જે યુઝર્સને ખુબ જ મદદ કરશે. કૉલનો જવાબ આપવો કે નહીં તે નક્કી કરવાનું સરળ બનશે. CNAP ટેલિકોમ નેટવર્ક્સ પર સ્પામ કોલ અને છેતરપિંડી રોકવામાં પણ મદદ કરશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

વધુમાં જણાવવામાં આવ્યું છે કે બેંકોની જેમ રિટેલ કનેક્શન ધરાવતા ગ્રાહકોને તમામ કનેક્શન માટે એક સામાન્ય નામ રાખવાની મંજૂરી આપવામાં આવશે, જે કંપનીના નામ અથવા ટ્રેડમાર્ક હેઠળ પણ રજીસ્ટર થઈ શકે છે. આ માટે, યુઝર માટે તમામ જરૂરી દસ્તાવેજો આપવાનું ફરજિયાત રહેશે. અગાઉ, 23 ફેબ્રુઆરીએ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ વપરાશકર્તાઓ માટે CNAP સેવાઓ શરૂ કરવા માટે સરકારને ભલામણો મોકલી હતી.

તેની ભલામણોમાં TRAIએ જણાવ્યું હતું કે Truecaller અને Bharat Caller ID જેવી સ્થાનિક તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ કોલરની ઓળખ અને સ્પામ શોધ માટે સુવિધાઓ પ્રદાન કરી શકે છે, પરંતુ તે ક્રાઉડ-સોર્સ્ડ ડેટા પર આધારિત છે, જે વિશ્વસનીય ન હોઈ શકે. આ માટે TRAIએ કહ્યું કે ટેલિકોમ ઓપરેટરોએ ગ્રાહકોના નામ સાથે તેમના ફોન નંબરો ધરાવતો ડેટાબેઝ બનાવવો અને જાળવવો પડશે.