હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના વરસાદની સ્થિતિ સ્પષ્ટ કરતાં મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડશે.
ખાસ કરીને આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમા પાણી પાણી થઇ જશે, 10 ઇંચથી વધુ વરસાદ પડશે, એટલુ જ નહીં અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું પણ નિર્માણ થશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે.
સુરત સહિતના ભાગમાં 4થી 5 ઈંચ વરસાદ પડશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઈંચ સુધીનો પડશે ખાબકશે.
આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે.