khissu

બેંક કર્મચારીઓને જલસા જ જલસા: અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને 15 ટકાનો પગાર વધારો મળશે

Banks Offer: તાજેતરમાં જ ઈન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. જે બાદ તેમના નિવેદનની સોશિયલ મીડિયાથી લઈને કોર્પોરેટ ઓફિસ સુધી ચર્ચા થવા લાગી. 70 કલાક કામની ચર્ચા વચ્ચે બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર છે.

બેંક કર્મચારીઓ માટે અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા, 2 દિવસ રજા અને તેમના પગારમાં 15 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો બેંક કર્મચારીઓને તેનો લાભ જલ્દી મળી શકે છે.

IBA પ્રસ્તાવિત

ઇન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે IBA એ બેંક કર્મચારીઓ માટે આ પ્રસ્તાવ મૂક્યો છે. IBAએ 15% વધારાની દરખાસ્ત કરી છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે યુનિયનો અન્ય ફેરફારો સાથે વધુ વધારાની માંગ કરી રહ્યા છે. PNB જેવી કેટલીક બેંકોએ પગાર વધારા માટે જોગવાઈઓ કરવાનું શરૂ કર્યું છે.

તેથી જ પગાર વધારવાની માંગ કરવામાં આવી છે

IBAએ બેંક કર્મચારીઓ માટે પગાર વધારો અને 5 દિવસ કામ કરવાનું સૂચન કર્યું છે કારણ કે કર્મચારીઓ અને યુનિયનના જણાવ્યા અનુસાર તાજેતરના વર્ષોમાં બેંકોના નફામાં સારો વધારો જોવા મળ્યો છે. કર્મચારીઓએ કોવિડ દરમિયાન કામ કરવા અને લેન્ડર્સને પાછું પાટા પર લાવવા ઉપરાંત સરકારી યોજનાઓને આગળ વધારવા માટે કરેલા પ્રયત્નોને ધ્યાનમાં લેતા, તેઓ વધુ સારા વળતરને પાત્ર છે.

નાણા મંત્રાલય દ્વારા વાતચીત પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આગામી વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, તેથી બેંક કર્મચારીઓની સંખ્યા મોટી હોવાથી તે પહેલા પગાર વધારાને આખરી ઓપ અપાય તેવી ધારણા છે.