કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓનાં હિતમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે મધ્યાહન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓ ને (direct benefit transfer) DBT દ્વારા પૈસા પૂરા પાડવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી પોખરિયલ નીશાંકે 11 કરોડ 80 લાખ વિધાર્થીઓને વિશેષ રાહત પગલાં તરીકે આ સહાયતા ઉપલબ્ધ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકાર નાં આ નિર્ણયથી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 નાં વિધાર્થીઓને લાભ મળશે.
શિક્ષા મંત્રાલય mનાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર આ માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને 1200 કરોડ ની રકમ પ્રદાન કરશે. આ નિર્ણય કોવિડ મહામારી દરમિયાન બાળકોને જરૂરી પોષણ આપવા અને તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરશે.
ગરીબોને મળતું રહેશે અનાજ :- આ નિર્ણયથી મધ્યાહન ભોજન કાર્યક્રમને વેગ મળશે. તાજેતરમાં ભારત સરકાર વતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આશરે 80 કરોડ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલાને દરે મફતમાં અનાજ આપવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કેશ ટ્રાન્સફર કરવાનો આ નિર્ણય બાળકોનાં પોષણ સ્તર ની સુરક્ષા કરવામાં મદદ કરશે. કેન્દ્ર સરકાર આ યોજના માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લગભગ 1200 કરોડ રૂપિયા આપશે.
મધ્યાહન ભોજન યોજના કયારે શરૂ થઈ હતી :- મધ્યાહન ભોજન યોજના 15 ઓગસ્ટ 1995 માં રોજ શરૂ કરવામાં આવી હતી. જેને National Programme of Nutritional Support to Primary Education (NP-NSPE) હેઠળ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2017 માં આ NP - NSPE નુ નામ બદલીને National Programme of Mid Day In School કરી નાખવામાં આવ્યું હતું. આજે આ નામ મધ્યાહન ભોજન યોજના નામે પ્રચલિત છે.
થોડા સમય પહેલા જ દેશના ઉપરાષ્ટ્રપતિ એ મધ્યાહન ભોજન યોજનામાં દૂધનો સમાવેશ કરવા નિર્દેશ આપ્યો હતો. આ મધ્યાહન ભોજન યોજનાનો લાભ સરકારી શાળાઓ, સરકાર દ્વારા ફંડ મેળવનારી શાળાઓ, મ્યુનસિપલ સ્કુલ જેવી સ્થાનિક સંસ્થાઓ વગેરે શાળાઓમાં આ યોજના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલે છે.
મધ્યાહન ભોજન યોજનાનો ઉદ્દેશ્ય :- આ યોજના શરૂ કરવા પાછળનો કોઈ વિશેષ હેતુ હતો. ગરીબ બાળકોને શાળામાં અભ્યાસ સાથે પૌષ્ટિક આહાર પૂરો તે માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. શાળાઓમા વધુને વધુ બાળકો આવે, શાળાઓમા નોંધણી નો દર વધે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. ભોજન માટે બાળકોને શાળાએથી ઘરે ન જવું પડે તે માટે ધોરણ 1 થી 8 નાં બાળકોને શાળાઓમાં રાખવાની શરૂઆત કરી.