બેંક ઓફ બરોડા (Bank Of Baroda - BOB) એ ગ્રાહકો માટે એક સારી સુવિધા શરૂ કરી છે. આ સુવિધાનું નામ 'પોઝિટિવ પે સિસ્ટમ' છે. આ સિસ્ટમ બેંકિંગ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે છે. છેતરપિંડીની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને બેંકે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) દ્વારા, ગ્રાહક ચેક દ્વારા કરવામાં આવેલા વ્યવહારો સુરક્ષિત કરી શકે છે.
બેંક ઓફ બરોડા (BOB) એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આ સિસ્ટમ વિશે માહિતી આપી છે. બેંકે એક ટ્વિટમાં લખ્યું છે કે, "અમે તમારા બેંકિંગ વ્યવહારોને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ." પોઝિટિવ પે સિસ્ટમ દ્વારા હવે ચેક ફ્રોડ સામે સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે. બેંક ઓફ બરોડાના જણાવ્યા અનુસાર, ગ્રાહકો 50 હજાર રૂપિયાથી વધુના ચેક પર પોઝિટિવ પે સિસ્ટમ ની સુવિધા મેળવી શકે છે. તે સીટીસી ક્લીયરિંગ માટે લાગુ છે. કોઈપણ ચેક આપતા પહેલા બેંકને તેના વિશે જણાવવું પડશે. ગ્રાહક ઈચ્છે તો આ સુવિધાનો ઉપયોગ કરી છે, એટલે કે બધા ગ્રાહકો માટે આ સુવિધા ફરજીયાત નથી.
આ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો?
પોઝિટિવ પે સિસ્ટમ ઉપયોગ કરવા માટે બરોડા એમ કનેક્ટ પ્લસ (Baroda M Connect Plus), બરોડા નેટ બેન્કિંગ, કોલ સેન્ટર 1800 258 4455, શાખા પર જઈને, 8422009988 એસએમએસ (SMS) પર અથવા વોટ્સએપ બેંકિંગ દ્વારા કરી શકાય છે. આ પુષ્ટિ માટે ચેકને લગતા 6 ઇનપુટ્સ આપવાના રહેશે. ઉદાહરણ તરીકે, પુષ્ટિ આપનારનું નામ, રકમ, એકાઉન્ટ નંબર, ચેક નંબર, ટ્રાન્ઝેક્શન કોડ અને ચેક તારીખનો ઉલ્લેખ કરવો પડશે. માન્ય થયા પછી તેને સુધારી કે ડીલેટ (Delete) કરી શકાતું નથી કારણ કે માન્ય કર્યા પછી, આ માહિતી એનપીસીએલને મોકલવામાં આવે છે.
ચેક ક્યારે પાસ થશે?
જ્યારે ક્લિયરિંગમાં આપવામાં આવેલી ચેકની માહિતી મેચ થશે ત્યારે જ ચેક પસાર થશે. ગ્રાહક દ્વારા આપવામાં આવેલ ઇનપુટ મેચ કરવામાં આવશે. આ માટે, ખાતામાં જમા રકમ અને સહી જોવામાં આવશે. દરરોજ સાંજે 6 વાગ્યા પહેલાં તે જ પુષ્ટિ એનપીસીએલને મોકલવામાં આવશે અને તે આગામી ક્લીયરિંગમાં પાસ કરવામાં આવશે. રિઝર્વ બેંકે તેની તમામ સભ્ય બેંકોને આ સિસ્ટમ અગાઉથી અમલમાં મૂકવા કહ્યું હતું, પરંતુ બેંકોએ તેની તારીખ લંબાવી દીધી હતી.
ચેક ક્લિયરન્સનો નિયમ શું છે?
રિઝર્વ બેંકે કહ્યું છે કે ગ્રાહકો 50 હજાર રૂપિયાથી વધુના ચેક પર આ પોઝિટિવ પે સિસ્ટમનો લાભ લઈ શકે છે. આ ચેક ફક્ત મોબાઇલ, નેટ બેંકિંગ, શાખાની મુલાકાત અથવા આપેલ એકાઉન્ટ નંબરના આધારે કોલ સેન્ટર દ્વારા પાસ થઈ શકે છે. પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ, જો ચેક માન્ય થાય તો નોંધાયેલ મોબાઇલ નંબર પર રેફરન્સ નંબર મોકલવામાં આવશે.
બેંક ઓફ બરોડા દ્વારા તેમના ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે ઝડપથી ચેક પાસ કરવા માટે, જરૂરી રકમ તેમના ખાતામાં જમા હોવી જરૂરી છે. જો કોઈ ચેક 3 મહિના પહેલાનો છે, તો તે આ સિસ્ટમમાં લેવામાં આવશે નહીં. આ પોઝિટિવ પે સિસ્ટમનો ઉપયોગ કરવા માટે ગ્રાહકે મોબાઇલ બેન્કિંગ અથવા નેટ બેન્કિંગ દરમિયાન એમપીન (Mpin), પાસવર્ડ (Password) વગેરે દાખલ કરવો પડશે.
તાજેતરમાં BOB એ M Connect Plus એપ બહાર પાડી છે.
આ સિવાય બેન્ક ઓફ બરોડા (BOB) એ તાજેતરમાં જ બરોડા એમ કનેક્ટ પ્લસ (Baroda M Connect Plus) એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશન દ્વારા ગ્રાહકો બેંકિંગ સુવિધાનો લાભ મેળવી શકશે. ગ્રાહકોને બેન્કિંગ સુવિધાનો લાભ ચોવીસ કલાક મળી રહે તે માટે આ ડિજિટલ શાખા શરૂ કરવામાં આવી છે. જેમની પાસે તકનીકી જ્ઞાન છે, તેઓ આ સેવાનો વધુ યોગ્ય રીતે ઉપયોગ કરી શકશે.