khissu

BOB Hike MCLR: આજે બેંક ઓફ બરોડાએ ગ્રાહકો માટે લીધો નિર્ણય, જાણો શું ફાયદો નુકશાન?

બેંક ઓફ બરોડાએ એમસીએલઆરમાં વધારો કર્યો: BOB Hike MCLR 2024 

જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે. બેંકે તેના માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં 5 બેસિસ પોઈન્ટ્સ (BPS) નો વધારો કર્યો છે. તેના કારણે લગભગ તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. 

MCLR એ દર છે જેની નીચે બેંક ગ્રાહકોને લોન આપી શકતી નથી. MCLR સીધી લોન દર સાથે જોડાયેલ છે અને તેના વધારાથી ગ્રાહકોની હાલની લોનની EMI વધે છે. MCLR વધ્યા બાદ લોનનો દર 8.15 - 8.90 ટકાની વચ્ચે રહેશે. નવા દર 9 જુલાઈથી લાગુ થઈ ગયા છે.

2024 july માં MCLR કેટલો વધ્યો?

બેંક ઓફ બરોડા અનુસાર, એક વર્ષના બેન્ચમાર્ક MCLRમાં 0.05 ટકાનો વધારો થયો છે. આ પછી તે 8.85 ટકાથી વધીને 8.90 ટકા થઈ ગયો છે. રાતોરાત MCLR 8.10 ટકાથી 8.15 ટકા પર પહોંચી ગયો છે. 

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

એક મહિનાનો MCLR 8.30 ટકાથી વધીને 8.35 ટકા થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો અનુસાર, બેંકોએ દર મહિને તેમના MCLRની સમીક્ષા કરવી જરૂરી છે.

નવો સુધારો દર શું  છે?

રાતોરાત 8.15 ટકા
એક મહિનો 8.35 ટકા
ત્રણ મહિના 8.45 ટકા
6 મહિના 8.70 ટકા
એક વર્ષ 8.90 ટકા

બેંકના વૈશ્વિક કારોબારમાં તેજી

બેન્કના વૈશ્વિક કારોબારમાં વાર્ષિક ધોરણે 8.52 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે રૂ. 23.77 લાખ કરોડ સુધી પહોંચી હતી. વૈશ્વિક થાપણોમાં મજબૂત ઉછાળાને કારણે વધારો થયો હતો, જે વાર્ષિક ધોરણે (YoY) 8.83 ટકા વધીને રૂ. 13.05 લાખ કરોડ થયો હતો.

બેંક ઓફ બરોડાના શેર ૨૦૨૪

બેન્ક ઓફ બરોડાનો શેર બુધવારે બપોરે 1.82 ટકાના ઘટાડા સાથે રૂ. 256.95 પર બંધ થયો હતો. 31 માર્ચ, 2024 સુધીમાં, કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 63.97 ટકા હતો, જ્યારે FII પાસે 12.4 ટકા અને DIIનો હિસ્સો 16.02 ટકા હતો.