શીયાળામાં વાસણ ધોવા માટે ગરમ પાણીની જરૂરિયાત વધે છે, પરંતુ ગીઝર ખરીદવો અને તેનું ઇન્સ્ટોલેશન કરાવવું ઘણા લોકો માટે ખર્ચાળ બની જાય છે. જો તમને પણ એ જ ચિંતા સતાવે છે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર એવા સસ્તા ઇન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક વોટર હીટર ઉપલબ્ધ છે, જે નળમાંથી તરત જ ઉકળતું ગરમ પાણી પૂરુ પાડે છે અને તમારી ઠંડા પાણીની સમસ્યા દૂર કરે છે.
ઠંડી ઋતુ વધતા, ઠંડા પાણીથી વાસણ ધોવા કે કામ કરવું મુશ્કેલ લાગે છે. એવા સમયે જો મોંઘા ગીઝરમાં રોકાણ કરવું શક્ય ન હોય, તો ઇન્સ્ટન્ટ વોટર હીટર ઉત્તમ વિકલ્પ છે. અમે તમારા માટે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કેટલાક સસ્તા અને અસરકારક ડિવાઇસની માહિતી એકઠી કરી છે, જે તમારા રસોડામાં મોંઘા ગીઝર જેટલું જ ગરમ પાણી નળમાંથી પૂરૂ પાડશે. આ ઉપકરણો સરળતાથી ઇન્સ્ટોલ થઈ જાય છે અને ઓછી વીજળી વાપરે છે.
ડેકલાઇન ઇન્સ્ટન્ટ વોટર હીટર ફોસેટ
આ ઉપકરણને તમે એમેઝોન પરથી 38% ડિસ્કાઉન્ટ બાદ માત્ર ₹1,249 માં ખરીદી શકો છો. એમેઝોન પરની વિગતો મુજબ, આ LED ઇલેક્ટ્રિક વોટર હીટર સેકન્ડોમાં ગરમ પાણી પૂરું પાડે છે. રોજિંદા રસોડાના કામ માટે આ એક ખૂબ જ સસ્તો અને અસરકારક વિકલ્પ છે.
TOINSHO ફોસેટ ઇન્સ્ટન્ટ હીટિંગ વોટર હીટર
ફ્લિપકાર્ટ પર આ ડિવાઇસ 59% ડિસ્કાઉન્ટ બાદ ₹1,537 માં ઉપલબ્ધ છે. તેને તમે રસોડા ઉપરાંત બાથરૂમમાં પણ ઇન્સ્ટોલ કરી શકો છો. પ્રોડક્ટ લિસ્ટિંગ અનુસાર, આ ઇન્સ્ટન્ટ વોટર હીટર ફક્ત 3 થી 5 સેકન્ડમાં ગરમ પાણી પૂરૂ પાડી શકે છે અને વીજળી બિલની ચિંતા પણ ઓછી રહે છે.
રસોડા માટે ઇન્સ્ટન્ટ ગીઝર
જો તમે આ નળ પર લગાડવાના ઉપકરણો ઇન્સ્ટોલ કરવા માંગતા ન હોય, તો તમે ઇન્સ્ટન્ટ ગીઝરનું વિકલ્પ પણ પસંદ કરી શકો છો. રસોડા માટે સામાન્ય રીતે 3-લિટર અથવા 5-લિટર ઇન્સ્ટન્ટ ગીઝર યોગ્ય માનવામાં આવે છે. 3-લિટર ગીઝર તમને ₹2,500 થી ₹3,000 ની રેંજમાં મળી શકે છે, જ્યારે 5-લિટર ગીઝરની કિંમત ₹4,000 સુધી હોઈ શકે છે. V-Guard, Orient, Havells, Bajaj, Haier અને AO Smith જેવી જાણીતી બ્રાન્ડ્સના ગુણવત્તાવાળા ગીઝર બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે.