રેશનકાર્ડ ધારકો માટે સરકારે ખૂબજ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે.
શું છે નવો નિર્ણય?
ગુજરાતના NFSA નાં રેશનકાર્ડ ધારકો (જેમને ગુજરાત સરકાર નું રેગ્યુલર અનાજ આપવામાં આવે છે તેઓ) 1 કિલો અનાજ સસ્તા ભાવે આપવામાં આવશે.
ગુજરાત સરકારે જાહેરાત કરતાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં રેશનકાર્ડ ધારકોને તુવેર દાળ નો જથ્થો પણ આપવામાં આવશે.
જેમની માટે ગુજરાત સરકારે રૂપિયા 287 કરોડ ની ફાળવણી કરી છે.
કેન્દ્ર સરકાર જાન્યુઆરી મહિનાનાાં અંત સુધીમાં તુવેર દાળનો જથ્થો ગુજરાત સરકાર ને આપશે ત્યારબાદ ગુજરાત સરકાર રેશનકાર્ડ ધારકોને તુવેર દાળ આપશે, એટલે ફેબ્રુઆરી મહિનાથી રેશનકાર્ડ ધારકોને તુવેર દાળ નો જથ્થો પણ મળશે.
ગુજરાત સરકારે NFSA નાં રેશનકાર્ડ ધારકોને 1 કિલો તુવેર દાળ 30 રૂપિયે કિલો આપવા માટે 287 કરોડ રૂપિયાની ફાળવણી કરી છેે. જે ફાળવણી મુજબ દર મહિને 1 કિલો તુવેર દાળ રેશનકાર્ડ ધારકોને સસ્તા ભાવે મળશે.
તુવેર દાળ દર મહિને એટલે કે વર્ષ માં 12 કિલો મળશે જેમાં 1 કેજી નો ભાવ 30 રૂપિયા હશે.
આ જાહેરાત ગુજરાત સરકારે આજથી છ મહિના પહેલા કરી દીધી હતી પરંતુ અનાજ આપવાની પ્રક્રિયા ચાલુ થઈ ન હતી, પરંતુ હાલ માહિતી મળી રહે છે કે આવતા મહિનાથી ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર પાસેથી તુવેરદાળ નો જથ્થો ખરીદશે અને ત્યાર પછી ગુજરાતના રેશનકાર્ડ ધારકોને આપશે.
સરકારની જાહેરાત મુજબ ગુજરાતમાં NFSA નાં રેશનકાર્ડ ધારકોને હવે ગુજરાત સરકાર નાં રેગ્યુલર અનાજ સાથે તુવેર દાળ પણ મળશે.
Official પરિપત્ર નીચેથી download કરી શકશો.
વધુ 10 લાખ રેશનકાર્ડ ધારકોને મળશે અનાજ : NFSA રેશનકાર્ડ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ
રાજ્ય સરકારે ઓક્ટોબર મહિનામાં કરેલી જાહેરાત મુજબ નવા દસ લાખ પરિવારોનો સમાવેશ એન.એફ.એસ.એ ( NFSA રેશનકાર્ડ ) માં કરવામાં આવશે અને એ લોકોને જાન્યુઆરી મહિનાથી ગુજરાત સરકાર નું રેગ્યુલર અનાજ આપવામાં આવશે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અંતર્ગત બાકી રહી ગયેલા અને નવા ધારા-ધોરણો મુજબ NFSA માં સમાવેશ થતા લોકોને નવા રેશન કાર્ડ બનાવી આપવામાં આવશે. આ પ્રક્રિયા ગુજરાત રાજ્યમાં ૬૦ દિવસ ચાલશે ( જે હાલ ચાલુ છે )
આ પ્રક્રિયાનું નામ માં અન્નપૂર્ણા યોજના છે જેમના ફોર્મ ભરવા માટે મામલતદાર કચેરી અથવા ઝોનલ કચેરીની મુલાકાત લઈ શકો છો અને તમારા રેશનકાર્ડની નોન એન.એફ.એસ.એ કેટેગરીમાંથી એન.એફ.એસ.એ કેટેગરી માં રૂપાંતરિત કરી શકો છો.
માં અન્નપૂર્ણા યોજનામાં ફોર્મ ભરવા જરૂરી પુરાવા :
૧. આવકનો દાખલો જોડવો ( શહેરી વિસ્તારમાં મામલતદારશ્રી અને ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી નો )
૨. રેશનકાર્ડની ઝેરોક્ષ
3. તમામ સભ્યોના આધાર કાર્ડ
૪. રેશનકાર્ડમાં નામ હોય તેવા એક સભ્યની બેન્ક પાસબુકની ઝેરોક્ષ
૫. લાઇટબીલની ઝેરોક્ષ / ભાડાખતા
૬. પોતાના કે પિતાના નામે જમીન હોય તો ૮ - અ ની નકલ છે.
૭. જમીન ધરાવતા ન હોય તો રેવન્યુ તલાટી કમ મંત્રીશ્રીનો દાખલો.
૮. ચુંટણીકાર્ડની ઝેરોક્ષ.
ઓક્ટોબર માં સરકારે આદેશ કર્યો હતો કે 60 દિવસમાં નવાં 60 હજાર લોકો ને આમાં જોડવામાં આવે જેવા કે અત્યંત ગરીબ, પછાત, વિધવા સહાય યોજનામાં લાભ લેતાં, પેન્શન મેળવતા, દિવ્યાંગ, વિકલાંગ, એન.એફ.એસ.એ માં સમાવિષ્ટ ન હોય એવા બીપીએલ ના રેશનકાર્ડ ધારકો, થ્રી વ્હીલ વાહન ચલાવનારા, રિક્ષાચાલકો, રોજનું કમાઈને રોજ નું ખાનારા, બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ ના નોંધાયેલા શ્રમિકો આમાં ફોર્મ ભરી શકશે અને લાભ લઈ શકશે.
આ માહિતી ગુજરાતનાં દરેક વ્યક્તિ જાણી શકે માટે ખાસ શેર કરજો.