આજકાલ લગભગ દરેક ઘરમાં રસોડું ગેસ કનેક્શન ઉપયોગમાં લેવાય છે. સરકારની ઉજ્જવલા યોજના અને અન્ય પહેલોથી શહેરથી લઈને ગામડાં સુધી LPG કનેક્શન સરળતાથી ઉપલબ્ધ થયું છે. પરંતુ એક ખૂબ જ મહત્વની વાત છે, જે વિશે ઘણા લોકો અજાણ છે—દરેક LPG કનેક્શન સાથે કંપની દ્વારા ₹50 લાખ સુધીનું મફત ઇન્શ્યોરન્સ કવર આપવામાં આવે છે. આ માટે ગ્રાહકને કોઈ ફોર્મ ભરવાની કે પ્રીમિયમ ભરવાની જરૂર પડતી નથી.
શું મળે છે LPG ઈન્શ્યોરન્સ હેઠળ ?
જ્યારે તમે નવું LPG કનેક્શન લો છો અથવા જૂનું રિન્યુ કરો છો, ત્યારે IOC, HP Gas અને Bharat Gas તરફથી આપમેળે અકસ્માત ઇન્શ્યોરન્સ કવર મળે છે. આ કવર ઘરમાં થતી સિલિન્ડર બ્લાસ્ટ, ગેસ લીક કે આગ જેવી ઘટનાઓમાં આર્થિક સુરક્ષા આપે છે.
મુખ્ય લાભ નીચે પ્રમાણે છે:
પરિવારને કુલ સુરક્ષા ₹50 લાખ સુધી
દરેક પરિવાર સભ્ય માટે વ્યક્તિગત કવર ₹10 લાખ સુધી
મેડિકલ ટ્રીટમેન્ટ માટે કવર ₹30 લાખ સુધી
અકસ્માત મૃત્યુની સ્થિતિમાં કવર ₹6 લાખ સુધી
ઘર–મકાનના નુકસાન માટે ₹2 લાખ સુધીનું કવર
આ રકમ સીધી પરિવારને આપવામાં આવે છે. શરત એટલી જ કે ગેસ સ્ટોવ, રેગ્યુલેટર અને પાઈપ ISI માર્કવાળા હોવા જોઈએ અને તેમની સમયસર તપાસ કરાવેલી હોવી જરૂરી છે
ઘરે ગેસ પાઈપ, રેગ્યુલેટર અને સ્ટોવ ISI માર્કવાળા હોવા જોઈએ.
રસોડામાં ખુલ્લા વીજ વાયર ન હોવા જોઈએ.
અકસ્માત થાય તો 30 દિવસની અંદર ગેસ એજન્સી અને પોલીસ સ્ટેશનને જાણ કરવી જરૂરી છે.
ક્લેમ માટે FIR, મેડિકલ બિલ, હોસ્પિટલ રેકોર્ડ અને મૃત્યુની સ્થિતિમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જરૂરી છે.
ઈન્શ્યોરન્સનો લાભ માત્ર તે વ્યક્તિને મળે છે જેના નામે ગેસ કનેક્શન છે. તેમાં નૉમિની ઉમેરવાની સુવિધા હાલ ઉપલબ્ધ નથી.
LPG ઈન્શ્યોરન્સ ક્લેમ કેવી રીતે કરવો ?
જો ગેસ સંબંધિત કોઈ અકસ્માત થાય, તો સૌપ્રથમ LPG ડિસ્ટ્રિબ્યુટર અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો. ત્યાર બાદ ઈન્શ્યોરન્સ કંપનીનું ટીમ સ્થળ પર તપાસ કરવા આવે છે. તપાસ પૂર્ણ થયા પછી ક્લેમ મંજૂર કરવામાં આવે છે. ગ્રાહકને અલગથી કોઈ એપ્લિકેશન ભરવાની જરૂર નથી, ડિસ્ટ્રિબ્યુટર પોતે જ પ્રોસેસ શરૂ કરે છે.
ગ્રાહકો ઈચ્છે તો mylpg.in પોર્ટલ દ્વારા ઑનલાઇન ક્લેમ પણ ફાઈલ કરી શકે છે, જે પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવે