રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ એમ અંબાણીએ નિવેદનમાં જણાવ્યું હતું જે મુજબ દેશની ટોચની ટેલિકોમ કંપની Jio 3 જુલાઈથી મોબાઈલ રિચાર્જ રેટમાં 12 થી 25 ટકાનો વધારો કરશે.
Jio લગભગ અઢી વર્ષના ગાળા બાદ પહેલીવાર મોબાઈલ સર્વિસના દરમાં વધારો કરવા જઈ રહી છે.
3 જુલાઈ થી નવા ભાવો લાગુ થશે, જો તમે અત્યારે રિચાર્જ કરશો તો જૂના ભાવે રિચાર્જ કરી શકશો. અને મોટો ફાયદો મેળવી શકશો.
જાણી લઈએ કયો પ્લાન કેટલો મોંઘો થયો.
Jio નું સૌથી નાનું રિચાર્જ કેટલું મોંઘુ?
રિચાર્જની સૌથી ઓછી કિંમત વધારીને 19 રૂપિયા કરવામાં આવી રહી છે. આ 1 જીબી ડેટા ‘એડ-ઓન-પેક’ પેક છે, જેની કિંમત 15 રૂપિયા હતી. આ અંદાજે 25 ટકા વધુ છે.
આગળ jio કંપનીએ કહ્યું કે 75 જીબી પોસ્ટપેડ ડેટા પ્લાનની કિંમત હવે 399 રૂપિયાથી વધીને 449 રૂપિયા થઈ જશે.
બધાનો લોક પ્રિય પ્લાન પણ મોંઘો
Jio એ 84 દિવસની વેલિડિટી સાથે 666 રૂપિયાના લોકપ્રિય અમર્યાદિત પ્લાનની કિંમત પણ લગભગ 20 ટકા વધારીને 799 રૂપિયા કરી દીધી છે.
આખા વર્ષનું રિચાર્જ પણ મોંઘુ
વાર્ષિક રિચાર્જ પ્લાનની કિંમતો 20-21 ટકા વધીને રૂ.1,559 થી રૂ.1,899 અને રૂ.2,999 થી રૂ.3,599 કરી દીધું છે.
5g ડેટા હવે ક્યાં પ્લાન માં મળશે?
કંપનીના નિવેદન અનુસાર, "અમર્યાદિત 5G ડેટા 2GB પ્રતિ દિવસ અને તેનાથી ઉપરના તમામ પ્લાન્સ પર ઉપલબ્ધ થશે.
નવા પ્લાન 3 જુલાઈ, 2024થી લાગુ થશે. હાલમાં તમે ઓછા જૂના ભાવે recharge કરાવી શકો છો.