Top Stories
khissu

જાણો જ્યોતિષ એટલે શું અને ગ્રહોની જીવનમાં કેવી ભૂમિકા હોય છે?

જ્યોતિષ વિજ્ઞાન એ પ્રાચીન સમયના અનેક અન્વેષક મહર્ષિઓએ તૈયાર કરેલ ગાણિતિક શાસ્ત્ર છે. શાસ્ત્રીય વ્યાખ્યા અનુસાર સૂર્ય આદિ ગ્રહ અને કાળનો બોધ કરાવનાર શાસ્ત્રને જ્યોતિષ શાસ્ત્ર કહે છે. પૃથ્વી પર રહેતા મનુષ્યજીવનને આકાશમાં રહેતા ગ્રહોની સ્થિતિ અસર કરતી હોય છે.

જ્યોતિષને લોકો ધર્મશાસ્ત્રની રીતે જુએ છે પણ હકીકતમાં તો એ એક વિજ્ઞાન છે. મનુષ્યનો જન્મ થાય એ બહુ જ મહત્વની ક્ષણ ગણવામાં આવે છે અને પછી એનો પ્રભાવ જીવનભર રહે છે. આવું કેમ? આના જવાબમાં કહેવું જોઈએ કે વ્યક્તિનો જન્મ બ્રહ્માંડની ઉર્જા સાથે થતા મિલનથી થાય છે અને એ ઉર્જાનો સ્ત્રોત હવે ભવિષ્યમાં કઈ તરફ જશે એની આગાહી જ્યોતિષ દ્વારા થઈ શકે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

આપણા પ્રાચીન ઋષિઓએ આ ઉર્જાપ્રવાહ છે એને ચાર ચરણવાળા સત્તાવીસ નક્ષત્રો, બાર રાશિ અને નવ ગ્રહોમાં વિભાજીત કર્યો છે. આ ઉર્જા પ્રવાહની પરિવર્તન ક્રમની સૂક્ષ્મતાને ધ્યાનમાં રાખીને ગ્રહોની સ્થિતિ સમજીને જ્યોતિષ વિજ્ઞાન વ્યક્તિના જીવન વિશે આગાહીઓ કરતું હોય છે.

હવે જો આ ઉર્જા પ્રવાહ યોગ્ય દિશામાં ન હોય તો જ્યોતિષ વિજ્ઞાન મનુષ્યની મૌલિક ક્ષમતાઓ દ્વારા એ ઉર્જા પ્રવાહને યોગ્ય દિશામાં વાળી દેવાનો માર્ગ બતાવે છે અને એ રીતે માનવીનું પ્રારબ્ધ પણ બદલાઈ શકે છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે આ કામ માત્ર સાચો જ્યોતિષી જ કરી શકે.