ગરમી તો ગાભા કાઢી નાખશે, અંબાલાલ પટેલની આગાહી, જાણો કયા વિસ્તારમાં આજે વરસાદી આગાહી

ગરમી તો ગાભા કાઢી નાખશે, અંબાલાલ પટેલની આગાહી, જાણો કયા વિસ્તારમાં આજે વરસાદી આગાહી

મહિનો અડધો પસાર થઈ ગયો અને હોળીનો તહેવાર પણ પસાર થઈ ગયો. સામાન્ય રીતે હોળી પછી ઉનાળો શરૂ થાય છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન વધવા લાગ્યું છે. કાળઝાળ ગરમીની અસર ઘણા રાજ્યોમાં વર્તાવા લાગી છે. પરિસ્થિતિ એવી છે કે ગરમીનું મોજું શરૂ થઈ ગયું છે અને આજે 17 માર્ચના રોજ તીવ્ર ગરમી પડવાની ચેતવણી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે શું છે દેશના અમુક રાજ્યોની પરિસ્થિતિ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી તારીખ 21થી 23 માર્ચ દરમિયાન રાજ્યમાં ગરમીમાં વધારો થઇ શકે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. કચ્છમાં પણ મહત્તમ તામપાન 39થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ગરમીનો પારો 39થી 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

આ રાજ્યોમાં ભારે પવન અને વીજળીની આગાહી
આસામ, મેઘાલય, નાગાલેન્ડ,મણિપુર,મિઝોરમ અને ત્રિપુરામાં ભારે પવન આશરે 40-50કિમી પ્રતિકલાકની ઝડપે અને વીજળી સાથે વાવાઝોડાની શક્યતા છે. જ્યારે અરુણાચલ પ્રદેશ સાથે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી પડવાની શક્યતા છે.

તીવ્ર ગરમીની ચેતવણી
તો બીજી તરફ ઓડિશામાં ઘણી જગ્યાએ તીવ્ર ગરમીની સ્થિતિ રહેવાની શક્યતા છે. ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ ગરમીનું મોજું આવવાની શક્યતા છે.

આ રાજ્યોનું હવામાન પણ રહેશે ગરમ
ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના છૂટાછવાયા સ્થળોએ રાત્રે હવામાન ગરમ હવામાન રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના ગુજરાત, આંધ્રપ્રદેશ અને યાનમ, ઉત્તર કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં અલગ અલગ સ્થળોએ ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં વાવાઝોડાની શક્યતા છે. ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પવન અને વંટોળ સાથે કમોસમી વરસાદ થઇ શકે છે. એપ્રિલ મહિનામાં હવામાનમાં પરિવર્તન જોવા મળી શકે છે. 14 એપ્રિલ બાદ પવનો ફૂંકાઈ શકે છે. 19, 20 અને 21 એપ્રિલ દરિયાન ગરમી વધી શકે છે. 26 એપ્રિલે ભારે ગરમી પડી શકે છે.