મફતમાં આધાર કાર્ડ કરી નાખો અપડેટ, નહિતર પછી આપવા પડશે પૈસા

મફતમાં આધાર કાર્ડ કરી નાખો અપડેટ, નહિતર પછી આપવા પડશે પૈસા

આધાર કાર્ડ આપણું સૌથી મહત્વનું દસ્તાવેજ છે. કોઈપણ સરકારી કામમાં આ પૂરાવાની જરુર પડે છે. આધાર કાર્ડ ધારકો માટે તેમના આધારને અપડેટ કરવાની આ એક સુવર્ણ તક છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) 14 જૂન 2025 સુધી કોઈપણ ચાર્જ વિના આધાર કાર્ડના ઓનલાઈન અપડેટની સુવિધા પૂરી પાડી રહી છે.

UIDAI ના નોંધણી અને અપડેટ નિયમો, 2016 મુજબ, દરેક આધાર કાર્ડ ધારકે દર 10 વર્ષે ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો અપડેટ કરવો જરૂરી છે. આનાથી સરકારી લાભો, બેંકિંગ સેવાઓ અને KYC પ્રક્રિયાઓમાં કોઈ સમસ્યા થતી નથી.

શું બધું અપડેટ કરી શકાય છે ?
આધાર કાર્ડ ધારકો નીચેની વિગતો ઓનલાઇન મફતમાં અપડેટ કરી શકે છે: નામ, જન્મ તારીખ (નિયમો મુજબ); સરનામું; લિંગ; ભાષા પસંદગી. જોકે, બાયોમેટ્રિક અપડેટ (ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન, ફોટો) માટે તમારે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે.

ચાલો જાણીએ આધાર અપડેટ કરવાની સરળ રીત
સૌ પ્રથમ, UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ.
અહીં તમારે તમારી ભાષા પસંદ કરવાની રહેશે. તમારી અનુકૂળતા મુજબ અહીં દર્શાવેલ કોઈપણ ભાષા પસંદ કરી શકો છો.
હવે તમે જે પણ માહિતી અપડેટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે, જો તમે તમારું સરનામું અપડેટ કરવા માંગો છો તો તમારે આધાર અપડેટનો વિકલ્પ પસંદ કરવો પડશે.
આગલી સ્ક્રીન પર, તમારે માય આધાર પર જઈને લોગ ઇન કરવું પડશે, જેના માટે તમારે તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
આ પછી, વેરિફિકેશન માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. આના દ્વારા તમે લોગીન કરી શકશો.
ત્યારબાદ એક નવી વિન્ડો ખુલશે જ્યાં તમને ટોપ પર ડોક્યુમેન્ટ અપડેટનો વિકલ્પ જોવા મળશે.
હવે ડોક્યુમેન્ટ અપડેટ પર જાઓ અને તમારી વસ્તી વિષયક વિગતો જેમ કે નામ, જન્મ તારીખ, સરનામું ચકાસો.
બધી વિગતો ચકાસ્યા પછી, ઓળખ અને સરનામાના પુરાવાના દસ્તાવેજો અપલોડ કરો,
આ દસ્તાવેજ માત્ર PDF, JPEG અથવા PNG ફોર્મેટમાં હોવો જોઈએ અને 2 MB કરતા ઓછો હોવો જોઈએ.
તમે પુરાવા તરીકે પાન કાર્ડ, મતદાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત સૂચિબદ્ધ કોઈપણ દસ્તાવેજો અપલોડ કરી શકો છો.
અહીં તમામ વિગતો અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
આ પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 14 અંકનો અપડેટ રિક્વેસ્ટ નંબર મોકલવામાં આવશે. આ નંબર વડે તમે તમારી આધાર અપડેટ વિનંતીને ટ્રેક કરી શકો છો.
જ્યારે આધાર કાર્ડ અપડેટ થશે, ત્યારે તમને UIDAI તરફથી એક મેઇલ અથવા મેસેજ મોકલવામાં આવશે.
એકવાર આધાર અપડેટ થઈ ગયા પછી, તમે UIDAI સાઇટ પર જઈને તેને ડાઉનલોડ કરી શકો છો.