khissu

આ તારીખે કોઈપણ ફિલ્મના કોઈપણ શોમાં માત્ર 99 રૂપિયામાં ફિલ્મ જોઈ શકશો, ગુજરાતીઓ આ રીતે કરો ટિકિટ બૂક


National Cinema Day: સિનેમા પ્રેમીઓ માટે સારા સમાચાર છે. નેશનલ સિનેમા ડે પર ફરી એકવાર દર્શકોને સસ્તા ભાવે ટિકિટ જોવા મળશે. વાસ્તવમાં, મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા એટલે કે MAIએ ગુરુવારે જાહેરાત કરી કે આ વર્ષે 13 ઓક્ટોબરે રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવશે. MAI એ જાહેરાત કરી કે 13 ઓક્ટોબરના રોજ, ફિલ્મ ચાહકો દેશભરના થિયેટરોમાં વ્યક્તિ દીઠ માત્ર 99 રૂપિયાના દરે ફિલ્મ જોઈ શકશે.

આ પણ વાંચો: અંબાણીથી લઈને મિત્તલ સુધી, ભારતના અબજોપતિઓના પાંચ સૌથી મોંઘા લગ્ન, મીંડા ગણી-ગણીને થાકી જશો

તમે 99 રૂપિયામાં ફિલ્મ ક્યાં જોઈ શકો છો?

MAI દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે PVR, INOX, Cinepolls, Mirage અને Delight સહિત દેશભરમાં 4,000 થી વધુ સ્ક્રીનોએ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે હાથ મિલાવ્યા છે.

આ પણ વાંચો: ઓહ બાપ રે: આ દેશમાં બુરખો પહેરવા પર 91,000 રૂપિયાનો દંડ થશે, સંસદે કડક કાયદો પસાર કર્યો

નિવેદન અનુસાર, "આ ખાસ અવસર પર, તમામ ઉંમરના લોકો એક દિવસ માટે સિનેમાનો આનંદ માણવા અને આ વર્ષે બોક્સ ઓફિસ પર સફળ થયેલી ફિલ્મોની ઉજવણી કરવા માટે એકસાથે આવી શકશે." "આ સફળતામાં યોગદાન આપનારા તમામ ચાહકોનો હૃદયપૂર્વક આભાર અને તે બધા ચાહકોને ખુલ્લું આમંત્રણ કે જેમણે હજી સુધી થિયેટરોની મુલાકાત લીધી નથી,"

આ પણ વાંચો: કોઈ ઈન્ટરનેટ કે કોઈ એન્ડ્રોઈડ ફોનની જરૂર નથી, કોલ કરીને કરી શકશો UPI પેમેન્ટ, આ બેન્કે શરૂ કરી સેવા

ગયા વર્ષે 23 સપ્ટેમ્બરે ઉજવણી કરવામાં આવી

MAI અનુસાર, ફિલ્મ ચાહકો 13 ઓક્ટોબરે કોઈપણ ફિલ્મનો કોઈપણ શો 99 રૂપિયામાં જોઈ શકે છે, સિવાય કે રિક્લાઈનર અને પ્રીમિયમ ફોર્મેટ. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ નેશનલ સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એક જ દિવસમાં 65 લાખ લોકોએ દેશભરના સિનેમાઘરોમાં ફિલ્મ જોઈ હતી.