khissu

હવે ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવું બન્યું ખૂબ સહેલું, આ રહી તેની સરળ રીત

જીવનની દોડધામમાં ઘણી વખત ઘર કે શહેર બદલવું પડે છે. જ્યારે ઘરનું સરનામું બદલાય છે ત્યારે જરૂરી સુવિધાઓ પણ ટ્રાન્સફર કરવી પડે છે. જેમ કે, એલપીજી ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવું. આ એક મોટું કામ છે. જો તમે ટ્રાન્સફર સંબંધિત નિયમો જાણો છો, તો આ કામ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. આમાં બે અલગ-અલગ નિયમો છે. જો તમે જે શહેરમાં રહો છો ત્યાં બીજી જગ્યાએ ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવા માંગતા હોવ તો તેનો નિયમ અલગ છે. જો LPG ગેસ કનેક્શન એક શહેરથી બીજા શહેરમાં ટ્રાન્સફર કરવાનું હોય તો તેના નિયમો અલગ છે.

એલપીજી કનેક્શન ટ્રાન્સફર કરવાની રીત
- ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવા માટે, તમારે પહેલા તમારા શહેરની ગેસ એજન્સીની મુલાકાત લેવી પડશે જ્યાંથી તમે જઈ રહ્યા છો. ત્યાં જઈને તમારે તમારું ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટર જમા કરાવવાનું રહેશે. આ પછી એજન્સી તમને પહેલા જમા કરાવેલા પૈસા આપશે.
- તમને ગેસ એજન્સી તરફથી એક ફોર્મ પણ મળશે, જેમાં લખેલું હશે કે તમારી પાસે ગેસ કનેક્શન છે. તમારે આ ફોર્મ તમારી સાથે રાખવું પડશે, કારણ કે તે તમારા નવા શહેરમાં તમારા માટે ઉપયોગી થશે.
- હવે તમારે તમારા નવા શહેરની ગેસ એજન્સી પર જવું પડશે, અને ત્યાં જઈને તે ફોર્મ તમારી એજન્સીને બતાવો. આ એ જ ફોર્મ હશે જે તમને તમારી જૂની એજન્સીમાંથી મળ્યું છે.
- હવે છેલ્લે તમારે એક નાનકડું કામ કરવાનું છે કે તમારે તમારી ગેસ એજન્સીને પૈસા આપવા પડશે. આ પછી, તમને તમારા નામે જારી કરાયેલ ટ્રાન્સફર કનેક્શન મળશે.

આ દસ્તાવેજોની પડશે જરૂર 
- આધાર કાર્ડ 
- ટેલિફોન બિલ
-  વીજળી બિલ
- મતદાર ઓળખ કાર્ડ
- ડ્રાઇવિંગ લાયસન્સ
- પાસબુકની ફોટોકોપી
- રહેણાંક નોંધણી દસ્તાવેજ
- પાસપોર્ટ 
- સેલ્ફ-ડિક્લેરેશન દસ્તાવેજો

આ રીતે ઓનલાઈન કનેક્શન બુક કરો
- MyLPG.in વેબસાઈટ ખોલ્યા બાદ ખૂણા પર સહજ પોર્ટલની લિંક જોવા મળશે. સૌથી પહેલા આ લિંક પર ક્લિક કરો. અહીં તમને 'ઓનલાઈન કનેક્શન'નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
- અરજદારે આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર સાથે પોતાનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
- આઈડી પ્રૂફની વિગતો આપ્યા બાદ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ આવશે.
- પેમેન્ટ થતાંની સાથે જ અરજદારના ઈ-મેલ પર રેફરન્સ નંબર આવી જશે. ચુકવણીની જાહેરાત પણ ઈ-મેલ પર પ્રાપ્ત થશે.
- ગેસ કંપની કનેક્શન બહાર પાડતાની સાથે જ તેની નકલ ગ્રાહકના ઈ-મેલ પર પહોંચી જશે.