khissu

જાણો રેશન કાર્ડનું મોટું અપડેટ, હવે ગરીબોને મળશે વધુ ફાયદો

સરકાર દ્વારા ગરીબ લોકોને સસ્તા ભાવે અથવા વિનામૂલ્યે રાશન આપવા માટે રેશન કાર્ડ જારી કરવામાં આવે છે. રેશનકાર્ડની મદદથી ગરીબોને ઘણો ફાયદો થાય છે. દરેક રાજ્ય સરકાર દ્વારા તેમના રાજ્યમાં હાજર પરિવારના સભ્યોને રેશન કાર્ડ આપવામાં આવે છે. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડને લઈને નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. લાખો લોકોને તેનો લાભ મળવાનો છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાશન કાર્ડ જારી કરવા માટે એક સામાન્ય નોંધણીની સુવિધા શરૂ કરી છે.

મહત્તમ કવરેજ
આ નોંધણીનો હેતુ બેઘર લોકો, નિરાધારો, સ્થળાંતર કરનારાઓ અને અન્ય પાત્ર લાભાર્થીઓને રેશન કાર્ડ માટે અરજી કરવા સક્ષમ બનાવવાનો છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) લગભગ 81.35 કરોડ વ્યક્તિઓને મહત્તમ કવરેજ પ્રદાન કરે છે. હાલમાં આ કાયદા હેઠળ લગભગ 79.77 કરોડ લોકોને ખૂબ જ સબસિડીના ધોરણે અનાજ આપવામાં આવે છે. તે મુજબ 1.58 કરોડ વધુ લાભાર્થીઓ ઉમેરી શકાશે.

ઘણા કારણોસર રદ કરવામાં આવ્યા રેશનકાર્ડ 
ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે, 'સામાન્ય નોંધણી સુવિધા' નો હેતુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાત્ર લાભાર્થીઓની ઝડપી ઓળખ કરવાનો છે. ઉપરાંત, આવા લોકોને રાશન કાર્ડ જારી કરવામાં મદદ કરવી, જેથી તેઓ NFSA હેઠળ યોગ્યતાનો લાભ લઈ શકે. તેમણે કહ્યું કે છેલ્લા સાતથી આઠ વર્ષમાં અંદાજિત 18 થી 19 કરોડ લાભાર્થીઓના લગભગ 4.7 કરોડ રેશનકાર્ડ વિવિધ કારણોસર રદ કરવામાં આવ્યા છે.

આ 11 રાજ્યો છે
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા લાયક લાભાર્થીઓને નિયમિત ધોરણે નવા કાર્ડ પણ જારી કરવામાં આવે છે. સચિવે કહ્યું કે શરૂઆતમાં નવી વેબ-આધારિત સુવિધા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ થશે. આ મહિનાના અંત સુધીમાં તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શરૂ થઈ જશે. સચિવના જણાવ્યા અનુસાર, આ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નીચે પ્રમાણે છે..
1) આસામ
2) ગોવા
3) લક્ષદ્વીપ
4) મહારાષ્ટ્ર
5) મેઘાલય
6) મણિપુર
7) મિઝોરમ
8) નાગાલેન્ડ
9) ત્રિપુરા
10) પંજાબ
11) ઉત્તરાખંડ