khissu

તો ક્યાં દિવસે છે શરદ પૂર્ણિમા? જાણો શુભ મુહૂર્ત, શરદ પૂર્ણિમાના દિવસે શા માટે ખીર ખવાય છે? જાણો ધાર્મીક અને વૈજ્ઞાનિક કારણ..

મહિનામાં આવતી પૂર્ણિમાની તિથિ શુભ માનવામાં આવે છે, પરંતુ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ દિવસને શિયાળાની શરૂઆત માનવામાં આવે છે. આ પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દૂધની ખીર બનાવવામાં આવે છે અને ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ચંદ્રની કિરણો ખીર પર પડે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ખીર શા માટે ચંદ્રની સામે રાખવામાં આવે છે જાણીએ તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ.

શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની સંપૂર્ણ 16 કળાથી ખીલી ઉઠે છે. પૂર્ણિમા તિથિનો સ્વામી પણ સ્વયં ચંદ્ર જ છે, તેથી તેના પ્રકાશમાંથી શરદ પૂર્ણિમાની રાત્રે અમૃતની વર્ષા થવાની માન્યતા છે. આયુર્વેદ અનુસાર, આખી રાત તેના પ્રકાશમાં રાખેલી ખીર ખાવાથી બીમારીઓ દૂર થાય છે.

શરદ પૂર્ણિમાના ચંદ્રના પ્રકાશમાં દૂધને રાખવાની પરંપરા છે. લોકો વ્રતના અંતમાં પ્રકાશમાં રાખવામાં રાખેલ દૂધ અથવા ખીર લે છે, પરંતુ વિજ્ઞાનના અનુસાર, પ્રકાશથી દૂધ પર કોઈ અસર જોવા મળી નથી. પૃથ્વી પર દિવસ અને રાતની વિવિધ પરિસ્થિતિઓને કારણે ચંદ્રનું સ્વરૂપણ પણ અલગ અલગ દેખાઈ શકે છે. અમુક સમયે, ચંદ્રની આસપાસ મેઘધનુષ્ય જેવી રિંગ પણ દેખાય છે, તેને ‘હેલો રિંગ’ કહેવામાં આવે છે.

શક્ય હોય તો ખીરને ચાંદીના વાસણમાં બનાવવી જોઈએ. ચાંદીમાં રોગ પ્રતિકારકશ્કિત ઊંચી હોય છે. આ વાઇરસને દૂર રાખે છે. હળદરનો ઉપયોગ પ્રતિબંધિત છે. દૂધમાં લેક્ટિક એસિડ અને અમૃત હોય છે. આ તત્ત્વ ચંદ્રની કિરણો કરતાં વધારે માત્રામાં શક્તિનું શોષણ કરે છે. ચોખામાં રહેલા સ્ટાર્ચને લીધે આ પ્રક્રિયા સરળ બને છે. આ કારણોસર શરદ પૂર્ણિમાની રાતે ખીરને ખુલ્લા આકાશમાં રાખવાનો કાયદો બનાવવામાં આવ્યો છે.

શરદ પૂર્ણિમાની તિથી અને શુભ મુહૂર્ત: પૂર્ણિમા તિથિ પ્રારંભ- 19 અક્ટોબર 2021 સાંજના 07 વાગ્યાથી પૂર્ણિમા તિથિ સમાપ્ત- 20 અક્ટોબર 2021 સાંજના 08 વાગ્યાને 20 મિનિટ પર.