નોકરિયાત લોકો માટે એક સારા સમાચાર આવી શકે છે કેમ કે, કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ રોકાણ પરની મર્યાદા થોડા સમયમાં હટાવી દેવામાં આવી શકે છે. હવે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. પરંતુ આ સુનાવણી અને આ બાબતનો તમારા પર કેવી અસર થશે તેના વિશે વિગતે જાણીએ.
EPS લિમિટ હટાવવાનો કેસ શું છે
આ મામલે આગળ વધતા પહેલા આ સમગ્ર કેસ શું છે તે વિશે સમજીએ. હાલમાં, મહત્તમ પેન્શનપાત્ર પગાર દર મહિને રૂ. 15,000 સુધી મર્યાદિત છે. એનો મતલબ એવો કે તમારો પગાર ગમે તેટલો હોય, પરંતુ પેન્શનની ગણતરી 15,000 રૂપિયામાં જ થશે. આ મર્યાદા હટાવવા અંગેનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.
નોંધનિય છે કે, ગયા વર્ષે 12 ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે યુનિયન ઓફ ઈન્ડિયા અને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી સ્થગિત કરી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓનું પેન્શન રૂ. 15,000 સુધી મર્યાદિત ન હોઈ શકે. હવે આ કેસોની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.
EPS સંબંધિત નિયમો શું છે?
જ્યારે આપણે નોકરી શરૂ કરીએ છીએ અને EPFના સભ્ય બનીએ છીએ, તો તે જ સમયે આપણે EPSના સભ્ય પણ બનીએ છીએ. કર્મચારી તેના પગારના 12% EPFમાં આપે છે, તેટલી જ રકમ તેની કંપની પણ આપે છે., પરંતુ એક ભાગ તેમાંથી 8.33% EPS પણ જાય છે. જેમ આપણે ઉપર ઉલ્લેખ કર્યો છે કે હાલમાં મહત્તમ પેન્શનપાત્ર પગાર માત્ર 15 હજાર રૂપિયા છે, એટલે કે દર મહિને પેન્શનનો હિસ્સો મહત્તમ (15,000 ના 8.33%) રૂપિયા 1250 છે. જ્યારે કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે પણ પેન્શનની ગણતરી માટે મહત્તમ પગાર 15 હજાર રૂપિયા માનવામાં આવે છે, આ મુજબ, કર્મચારીને EPS હેઠળ મહત્તમ પેન્શન 7,500 રૂપિયા મળી શકે છે.
જાણો કેવી રીતે થાય છે પેન્શનની ગણતરી
તેમને જણાવી દઈએ કે, જો તમે 1 સપ્ટેમ્બર, 2014 પહેલા EPSમાં યોગદાન આપવાનું શરૂ કર્યું હોય, તો તમારા માટે પેન્શન યોગદાન માટે માસિક પગારની મહત્તમ મર્યાદા રૂ. 6500 હશે. જો તમે 1 સપ્ટેમ્બર, 2014 પછી EPS માં જોડાયા હોય, તો મહત્તમ પગાર મર્યાદા 15,000 હશે. હવે પેન્શનની ગણતરી કેવી રીતે થાય છે તે સમજીએ.
EPS ગણતરી ફોર્મ્યુલા
માસિક પેન્શન = (પેન્શનપાત્ર પગાર x EPS યોગદાનના વર્ષો)/70
અહીં ધારીએ તો કર્મચારીએ 1લી સપ્ટેમ્બર, 2014 પછી EPSમાં યોગદાન આપવાનું શરૂ કર્યું, પછી પેન્શનનું યોગદાન 15,000 રૂપિયા હશે. ધારો કે તેણે 30 વર્ષ કામ કર્યું છે.
માસિક પેન્શન = 15,000X30/70 = 6428 રૂપિયા
મહત્તમ અને લઘુત્તમ પેન્શન
બીજી એક વાત યાદ રાખો કે 6 મહિના કે તેથી વધુ સમયની કર્મચારીની સર્વિસને 1 વર્ષ ગણવામાં આવશે અને જો તેનાથી ઓછી હશે તો તેની ગણતરી કરવામાં આવશે નહીં. મતલબ કે જો કર્મચારીએ 14 વર્ષ 7 મહિના કામ કર્યું હોય તો તેને 15 વર્ષ ગણવામાં આવશે. પરંતુ જો તમે 14 વર્ષ અને 5 મહિના કામ કર્યું હેૉશે, તો માત્ર 14 વર્ષની સેવા ગણાશે. EPS હેઠળ લઘુત્તમ પેન્શનની રકમ દર મહિને રૂ. 1000 છે, જ્યારે મહત્તમ પેન્શન રૂ. 7500 છે.
8,571 પેન્શન મળશે
જો 15 હજારની મર્યાદા હટાવી દેવામાં આવે છે અને તમારો મૂળ પગાર 20 હજાર રૂપિયા છે, તો તમને ફોર્મ્યુલા મુજબ જે પેન્શન મળશે તે આ હશે. (20,000 X 30)/70 = રૂ. 8,571.
પેન્શન (EPS) માટેની હાલની શરતો
-પેન્શન માટે EPF મેમ્બર હોવું જરૂરી છે.
-ઓછામાં ઓછા નિયમિત 10 વર્ષો સુધી નોકરીમાં રહેવું ફરજિયાત છે.
-જ્યારે કર્મચારી 58 વર્ષનો થાય ત્યારે પેન્શન મળે છે.
-50 વર્ષ પછી અને 58 વર્ષની ઉંમર પહેલા પણ પેન્શન લેવાનો વિકલ્પ છે.
- ધ્યાનમાં રાખો કે પ્રથમ પેન્શન પર, તમને ઘટાડેલું પેન્શન મળશે અને તેના માટે તમારે ફોર્મ 10D ભરવું પડશે.
-કર્મચારીના મૃત્યુ પર પરિવારને પેન્શન મળે છે.
-જો સર્વિસ હિસ્ટ્રી 10 વર્ષથી ઓછી છે, તો તેમને 58 વર્ષની ઉંમરે પેન્શનની રકમ ઉપાડવાનો વિકલ્પ મળશે.