આખું વિશ્વ ચોંકી ગયું, આ મહિલાના શરીરમાં છે ત્રણ કિડની, ડોક્ટરો પણ દાઢીએ હાથ દઈને વિચારવા લાગ્યાં

આખું વિશ્વ ચોંકી ગયું, આ મહિલાના શરીરમાં છે ત્રણ કિડની, ડોક્ટરો પણ દાઢીએ હાથ દઈને વિચારવા લાગ્યાં

Rare Medical Condition :  માનવ શરીરમાં બે કિડની હોય છે, જેમાંથી એકનું કામ શરીરમાંથી નકામા પદાર્થોને ફિલ્ટર કરવાનું છે અને બીજું બેકઅપનું છે. એવું કહેવાય છે કે દર 750માંથી એક વ્યક્તિના શરીરમાં માત્ર એક જ કિડની હોય છે. પરંતુ, મેડિકલ જગતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છત્તીસગઢમાં એક મહિલા મળી આવી છે જેના શરીરમાં એક કે બે નહિ પરંતુ ત્રણ કિડની છે . જોકે, ત્રણેયને ઈન્ફેક્શન હતું, જે તપાસમાં બહાર આવ્યું હતું. સફળ સર્જરી બાદ ડોક્ટરોએ તેને ઠીક કરી દીધી છે અને મહિલા હવે સંપૂર્ણ સ્વસ્થ છે.

છત્તીસગઢના પંચશીલ નગરના ચરોડામાં રહેતી એક 55 વર્ષીય મહિલાને કિડની સંબંધિત સમસ્યા થવા લાગી, ત્યારબાદ તેણે વિવિધ હોસ્પિટલમાં વિવિધ ટેસ્ટ કરાવ્યા. જેમાં સોનોગ્રાફી ટેસ્ટ સહિત વિવિધ ટેસ્ટનો સમાવેશ થાય છે. ત્યાં સુધી ન તો સમસ્યાની ખબર પડી કે ન તો તેના શરીરમાં ત્રણ કિડની હોવાની માહિતી બહાર આવી. દરમિયાન સમસ્યા વધી રહી હતી.

ત્રણ કિડનીના કારણે સમસ્યા

તપાસમાં જાણવા મળ્યું કે મહિલાની કિડનીની પાઈપમાં સોજો આવી ગયો હતો જેના કારણે આખી કિડની બ્લોક થઈ ગઈ હતી. વાસ્તવમાં શરીરમાં ત્રણ કિડની હોવાને કારણે, ડાબી બાજુની બંને કિડનીને અસર થવા લાગી અને ચેપ ફેલાવા લાગ્યો. જેના કારણે મહિલાને તે વિસ્તારમાં દુખાવો થવા લાગ્યો. સરળ શબ્દોમાં કહીએ તો, વધારાની કિડની હોવાને કારણે તેના માટે ડાબી બાજુની જગ્યા ઓછી થઈ ગઈ હતી, જેના કારણે આ બ્લોકેજ થયું હતું.

વિશ્વમાં અત્યાર સુધીમાં માત્ર 100 કેસ છે

મહિલાની સારવાર કરનાર ડૉક્ટર શિવેન્દ્ર તિવારીનું કહેવું છે કે એક શરીરમાં ત્રણ કિડની હોવી એ 'રેરેસ્ટ ઑફ રેર' કેસ છે. અત્યાર સુધી દુનિયાભરમાં થયેલી તપાસમાં આવા માત્ર 100 કેસ સામે આવ્યા છે, જેમાં શરીરમાં ત્રણ કિડની છે.