Top Stories
khissu

ધન વૈભવ અને ઐશ્વર્યના ગ્રહો મજબુત કરવા માટે કરો આટલા કામ...

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં માન, સમ્માન અને ઐશ્વર્ય ઈચ્છતો હોય છે. પરંતુ આ માટે તેની કુંડળીમાં એક ખાસ ગ્રહનું મજબૂત હોવું જરૂરી છે. એ ખાસ ગ્રહ છે સૂર્ય. જેની કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય એને માન, સમ્માન, ઐશ્વર્ય અને સ્વાસ્થ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. તેનાથી ઉલ્ટું, જો સૂર્યની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિને જીવનભર પડકારનો સામનો કરવો પડે છે. આથી જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવી હોય તો નીચેના કામ અવશ્ય કરવા.

પહેલું કામ છે કીડીઓને અન્ન આપવું. કીડીઓને અન્ન આપવાથી સૂર્યદેવ અતિશય પ્રસન્ન થાય છે. પરંતુ કીડીઓને અન્ન આપતી વખતે ધ્યાન રાખવું કે અન્ન સ્વચ્છ સ્થાનમાં જ નાખીએ, જેથી કીડીઓ ખાઈ શકે. વાહનો પસાર થતા હોય કે કોઈ વ્યક્તિ કીડીઓના અન્ન પરથી ચાલીને નીકળી જાય એવા સ્થાને અન્ન ન નાખવું. જો આવા સ્થાને કીડીયારું નાખવામાં આવે તો એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. ઉલટાનું કીડીઓ ઘણી વખત દબાઈને મરી જાય એવું બને. એટલે લાભની જગ્યાએ નુકસાન ન થાય એ જોવું.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

બીજું કામ છે પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું. ગોળ, તાંબુ, મૈસુરની દાળ વગેરેનું દાન કરવાથી પણ સૂર્યદેવ પ્રસન્ન થાય છે. આ દાન કરવા માટે કોઈ દિવસ નિર્ધારિત હોતો નથી, તમે તમારી ઈચ્છાનુસાર ગમે ત્યારે દાન કરી શકો. અલબત, રવિવારે કે સંક્રાંતિના દિવસે દાન કરીએ તો વધુ સારું ગણાય.

આટલું નિયમિત રીતે કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને જીવનમાં મળતો અપયશ, નિરાશા, નિષ્ફળતા વગેરે સૂર્યદેવની કૃપાથી દૂર થાય છે.