આગામી દિવસોના હવામાનને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. જેમાં તેઓએ રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.
જેના કારણે 8 થી 17 તારીખ સુધી ગુજરાતમાં વાદળો છવાશે. ત્યારે અરબ સાગરમાં ભેજ જોવા મળનાર છે. જેના કારણે અરબી સમુદ્રામાં 13 અને 14 માર્ચ સર્ક્યુલેશન બનશે.
ગરમીમાં ફરી ઘટાડો
વધુમાં તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં 7 માર્ચથી ગરમીમાં વધારો થશે. આ ઉપરાંત કચ્છમાં 40 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 41-42 ડિગ્રી તપામન પહોંચશે. જોકે વેસ્ટર્સન ડિસ્ટર્બન્સ હટતા ગરમીમાં ફરી ઘટાડો થશે અને આ વખતે ચોમાસુ સારૂ રહેશે તેમ અંબાલાલે જણાવ્યું હતું.
દરિયામાં માછીમારી કરવા ન જવાની સૂચના અપાઈ
ત્યારે વરસાદની સ્થિતીને લઇ દ્વારકા જિલ્લાના માછીમારોને દરીયોન ખેડવા સુચના આપવામાં આવી છે. જેમાં 4 થી 8 દરીયામાં પવનની ગતિ તેજ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેઓના જણાવ્યા મુજબ દરીયામાં 45 થી 50 કી.મીની પવનની ગતિ રહશે. ત્યારે તેજ પવનના કારણે દ્વારકામાં માછીમારોને તંત્ર દ્વારા સાવધાન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને માછીમારોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.