હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. જેમાં રાજ્યના દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ જાહેર થયું છે.
જોકે અમદાવાદ શહેરમાં મોડી રાતે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજયમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે.
તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભાવનગર અને સુરત જિલ્લા ભારે વરસાદ ની આગાહી ગઈ કાલે કરવામાં આવી હતી.
રાજ્યના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. આ સાથે માછીમારોને દરિયો પણ ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.