Top Stories

વોટર પ્યોરીફાયર પાણી પીતા હોવ તો ચેતી જજો, નહીંતર શરીર બનશે બીમારીઓનું ઘર

જો તમે પણ વોટર પ્યુરિફાયરનું પાણી પીતા હો, તો તમારા સ્વાસ્થ્ય અને પ્યુરિફાયરના ફિલ્ટરની તપાસ કરાવવી તમારા માટે મહત્વપૂર્ણ છે.  જો તમે આમાં બેદરકાર છો, તો સમજો કે તમે તમારા સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છો.  વાસ્તવમાં લોકો માને છે કે પ્યુરિફાયરનું પાણી શુદ્ધ છે અને તે સ્વાસ્થ્યને કોઈ નુકસાન પહોંચાડતું નથી.  પણ એવું બિલકુલ નથી.  આવા ઘણા કિસ્સાઓ હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે જેમાં ડોકટરો દર્દીઓને કહી રહ્યા છે કે શુદ્ધિકરણ તેમની બીમારીનું કારણ છે.

પાણીને શુદ્ધ કરવા માટે આર.ઓ.નો ઉપયોગ
આજકાલ શહેરોમાં પાણીને શુદ્ધ કરવા માટે ROનો ઉપયોગ થાય છે. તે જ સમયે, લોકો વિચારે છે કે જો તેઓ આરઓનું પાણી પીશે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ એવું નથી, જો તમે સતત RO નું પાણી પીતા હોવ તો તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે.

પાણીના જરૂરી ખનીજો કરે છે ખતમ
ઘણીવાર ઘરમાં નળનું પાણી પીવા યોગ્ય હોતું નથી. તેથી લોકો RO નો ઉપયોગ કરે છે. પરંતુ આરઓનું પાણી આપણે ઘણી બીમારીઓ આપી શકે છે. હકીકતમાં આરો પાણીમાં રહેલા ઘણા જરૂરી ખનિજોને પણ ખતમ કરી દે છે.

RO નું પાણી પીવાથી થઈ શકે છે આ બીમારીઓ
આરઓનું પાણી પીવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. જેમાં સૌથી મોટી બીમારી હૃદય સંબંધિત બીમારી છે. RO નું પાણી પીવાથી હાર્ટ એટેક અને હાર્ટ પેઈન જેવી ઘણી હાર્ટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે.

બ્લડ પ્રેશરને પણ અસર કરે છે
RO પાણીમાં આવશ્યક ખનિજોનો અભાવ હોય છે, જે શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને ખલેલ પહોંચાડે છે. આ અસંતુલન બ્લડ પ્રેશર વધારી શકે છે. જેના કારણે બેચેની અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

ગર્ભાવસ્થામાં આરઓનું પાણી પીવું બની શકે છે ખતરનાક
ગર્ભાવસ્થામાં માતા અને બાળક બંનેના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. તેવામાં ગર્ભાવસ્થામાં આરઓનું પાણી ઘણા પ્રકારની સમસ્યા ઉભી કરી શકે છે. જેનાથી ગર્ભવસ્થામાં સમસ્યા આવી શકે છે. તેથી પાણીને ઉકાળીને પીવું જોઈએ

RO પાણીથી એનિમિયા થઈ શકે છે
આરઓનું પાણી પીવામાં સારું લાગે છે, પરંતુ આરઓનું પાણી શરીરમાં એનિમિયાનું કારણ બની શકે છે. જેના કારણે આપણા શરીરમાં ધીરે ધીરે નબળાઈ અને થાકની સમસ્યા વધવા લાગે છે.

લોહીની ઉણપથી આપણા શરીરમાં બીજી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. RO પાણીના નિયમિત સેવનથી શરીરમાં વિટામિન B12 ની ઉણપ થઈ શકે છે. વિટામિન B12 આપણા શરીરમાં લાલ રક્તકણો બનાવવા માટે જરૂરી છે. તેની ઉણપથી થાક, નબળાઈ, ચક્કર અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

થોડા સમય પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આરઓના વધુ ઉપયોગને લઈને ચેતવણી આપી હતી. એક રિપોર્ટમાં WHO એ આરઓના વધુ ઉપયોગથી થનારા નુકસાન વિશે પણ ચેતવ્યા હતા. ઘણા ડોક્ટર ફિલ્ટ બાદ પાણીને ઉકાળી પીવાની સલાહ આપે