Top Stories

આ કેરી ખાવી તો સપનું જ રેશે, દુનિયાની સૌથી મોંઘી કેરી, 1 કિલોની કિંમત 3 લાખ રૂપિયા

ફળોના રાજા કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે. ભારતના વિવિધ રાજ્યો અને દુનિયામાં અલગ અલગ જાતની કેરીઓ વેચાય છે. તેમા ગુજરાતની કેસર કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે. કેરીના સ્વાદ અને કદ મુજબ તેની કિંમત નક્કી થાય છે. કેરીની એક જાત એવી છે જેની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે. જી હા, આ વેરાયટીની 1 કિલો કેરીની કિંમત બુલેટ બાઇક કરતા પણ વધારે છે.

દુનિયાની સૌથી મોંઘી કેરી મિયાઝાકી કેરી
મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી છે. મિયાઝાકી કેરી મૂળ જાપાનમાં ઉગે છે. જો કે હાલ દુનિયાના ઘણા દેશોમાં મિયાઝાકી કેરીની ખેતી થાય છે.

ભારતમાં પણ એક ખેડૂતે મિયાઝાકી કેરીની ખેતી કરી છે. કર્ણટાકના ઉડ્ડપી જિલ્લામાં એક ખેડૂતે મિયાઝાકી કેરી ઉગાડતા લાઇમલાઇટમાં છે. મિયાઝાકી કેરી ઉગાડનાર ખેડૂતનું નામ છે જોસેફ બોલો, અને તે ઉડ્ડપીના શંકરપુરમાં રહે છે. જોસેફ લોબે પોતાના ઘરના ધાબા પર જાપાનની દુર્લભ વેરાયટીની મિયાઝાકી કેરી ઉગાડવામાં સફળ થયો છે. મિયાઝાકી કેરી બજારમાં વેચાતા સામાન્ય કેરી કરતા બહુ ખાસ છે. મિયાઝાકી કેરી તેના ખાસ સ્વાદ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

જોસેફ લોબે ભારતને એવો પ્રથમ ખેડૂત છે, જે પોતાના ધાબા પર એર પોટેટો સહિત 350 થી વધુ પ્રકારના શાકભાજી અને ફળ ઉગાડે છે. તેણે પોતાના ઘરના 1200 ચોરસ ફુટના ધાબા પર મિયાઝાકી કેરી ઉગાડી છે

જોસેફ લોબે વર્ષ 2023માં પહેલીવાર મિયાઝાકી કેરી ઉગાડી, જો કે ખરાબ હવામાનના કારણે પાક ખરાબ થઇ ગયો હતો. જો કે હાર્યા વગર તેણે સખત મહેનત કરી અને મિયાઝાકી કેરી ઉગાડવામાં સફળ થયો હતો.

Miyazaki Price
મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી છે. 1 કિલો મિયાઝાકી કેરીની કિંમત એટલી વધારે છે કે તેટલા રૂપિયામાં બુલેટ બાઇક ખરીદી શકાય. 1 કિલો મિયાઝાકી કેરીની કિંમત 3 લાખ રૂપિયા છે.

મિયાઝાકી કેરીની શું ખાસિયત છે?
જાપાની વેરાયટીની મિયાઝાકી કેરી તેના સ્વાદ અને સ્વાસ્થ્ય ફાયદાના કારણે મોંઘી છે. એક મિયાઝાકી કેરીનું વજન 350 ગ્રામની આસપાસ હોય છે. આ કેરીમાં સુગરનું પ્રમાણ બહું વધારે હોય છે. તેમા ભરપૂર પ્રમણમાં એન્ટિઓક્સિડેન્ટ, બીટા કેરોટીન અને ફોલિક એસિડ હોય છે. આ તમામ પોષક તત્વો આંખ માટે લાભદાયી છે. જાપાનની સ્થાનિક ભાષામાં મિયાઝાકી કેરી ‘તોઇયો નો તમાગો’ નામે ઓળખાય છે.