સોના ચાંદીના ભાવમાં શુક્રવારે વાયદા બજારમાં સુસ્તી જોવા મળી. વૈશ્વિક બજારમાં સોનું કાલે ઉછળ્યું હતું. ચાંદી પણ ચડી હતી. પરંતુ ઘરેલુ વાયદા બજારમાં આજે મેટલ્સ લાલ અને લીલા નિશાન વચ્ચે ઝૂલતી જોવા મળી. કાલે કોમેક્સ પર સોનું 5 અઠવાડિયાના નીચલા સ્તરથી 50 ડોલર ઉછળીને 3250 નજીક તો ચાંદી એક ટકો ચડીને 33 ડોલર પ્રતિ ઔંસ નજીક પહોંચી હતી.
આજના સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 1,293 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ હાલ 93,658 પર પહોંચ્યો છે. જે કાલે 92,365 પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં 1,016 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ હાલ 95,588 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. જે કાલે સાંજે 94,572 રૂપિયા પર ક્લોઝ થયો હતો
વાયદા બજારમાં ભાવ
આજે MCX પર સવારે 10 વાગ્યાની આસપાસ ગોલ્ડ ફ્યૂચર્સ 93,171 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ફ્લેટ ટ્રેડ થતું જોવા મળ્યું હતું. કાલે તે 93,169 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 55 રૂપિયા તૂટીને 95,860 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી જે કાલે 95,915 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
જાણકારોના જણાવ્યાં મુજબ સોનાના ભાવમાં હાલમાં જે ઘટાડો જોવા મળ્યો તેની પાછળનું કારણ અમેરિકા અને ચીન વચ્ચે વેપારને લઈને જે તણાવ ઓછો થયો તે જવાબદાર છે.