નમસ્તે મિત્રો આજે દેશમાં કાળમુખો એવો કોરોનાનો બીજો ફેઝ ચાલી રહ્યો છે ત્યારે તમને મહત્વની જાણકારી આપવી છે અને સાથે કોરોનાનો ડેટા પણ બતાવો છે જેથી તમને પણ જાણ થાઈ કે કોરોના નામની બીમારી કેટલી હદે ઘાતક બની ગઈ છે.
બીમારીના અમુક પ્રકાર હોય છે જેમકે ૧)એવી બીમારી કે જે દરેક દેશમાં ફેલાય પરંતુ તે ખૂબ ઓછા પ્રમાણમાં ફેલાય છે તેને endemic કહે છે. ૨) એવી બીમારી કે જે ચોક્કસ પ્રકારના વિસ્તારમાં હોય છે. જે કોઈ એક કે બે દેશ પૂરતી જ સીમિત હોય આખા વિશ્વમાં ફેલાતી નથી તેને epidemic કહે છે. ૩) એવી બીમારી કે જે આખા વિશ્વને પોતાની પકડમાં લઇ લે તેને pandemic કહે છે જે અત્યારે ચાલી રહેલા કોરોના વાયરસ ની બીમારી છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં સ્પેનિશ ફ્લૂ આવ્યો હતો જે જે ૩ ફેઝ માં આવ્યો હતો જેમાં પ્રથમ ફેઝ કરતાં બીજો ફેઝ વધારે ભયાનક હતો જ્યારે ત્રીજો ફેઝ સૌથી નબળો હતો.
સ્પેનિશ ફ્લૂની જેમ કોરોનાનો પણ બીજો ફેઝ પ્રથમ ફેઝ કરતાં ખૂબ જ ભયાનક છે જોકે હવે શક્યતા છે કે કોરોના નો ત્રીજો ફેશ સ્પેનિશ ફ્લૂની જેમ નબળો હોઇ શકે.
જો કોરોનાનો ડેટા જોઈએ તો તેના પ્રથમ ફેઝ દરમિયાન સપ્ટેમ્બર ૨૦૨૦ માં સૌથી વધુ કેસ જોવા મળ્યા હતા અને ધીમેધીમે ફેબ્રુઆરી ૨૦૨૧ માં કોરોના નષ્ટ નાબૂદ થવા તરફ જઈ રહ્યો હોય તેમ લાગતું હતું પરંતુ માર્ચ ૨૦૨૧માં ફરીથી કોરોનાએ ગતિ પકડી અને એપ્રિલ ૨૦૨૧ માં તેનો બીજો કેસ જોવા મળ્યો જે ખૂબ જ ઘાતક છે હાલ ૧૯ એપ્રિલના રોજ દેશમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે જે લગભગ ૨ લાખ ૫૬ હજારને પાર પહોંચ્યા હતા.
આ પણ વાંચો: વડાપ્રધાને કોરોના અંગે દેશને કર્યું સંબોધન, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જે રીતે કોરોના ગતિ પકડી રહ્યો છે તેને જોતાં મે મહિનામાં તે સૌથી વધુ ખતરનાક બનશે અને દરરોજ લગભગ ૩ લાખ કેસ જોવા મળશે.
કોરોનાનો બીજો ફેઝ ખૂબ જ ઘાતક છે જેમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. દર્દીઓને ઓક્સિજનની ખૂબ જ જરૂર છે પરંતુ દેશમાં જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ નથી.
તમને જણાવી દઈએ કે દેશમાં જેટલા ઓક્સિજન છે તેના છે તેના તેના જેટલા ઓક્સિજન છે તેના ઓક્સિજન છે તેના ૭ ગણાં દર્દીઓને ઓક્સિજનની જરૂર છે. ભારતમાં જેટલો ઓક્સિજન છે તેના ૧૫% ઓક્સિજન હોસ્પિટલોને આપવામાં આવે છે જ્યારે ૮૫% ઓક્સિજન ઇન્ડસ્ટ્રીને આપવામાં આવે છે જો સરકાર ઇન્ડસ્ટ્રીઓના ઓક્સિજન સપ્લાય ઘટાડી હોસ્પિટલને આપે તો દર્દીઓને ઘણી રાહત થઇ શકે છે.
મિત્રો આખી માહિતી જાણવા ઉપરનો વીડિયો જુઓ.