કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇનડસ્ટ્રીયલ રિસર્ચ (Council of Scientific and Industrial Research- CSIR) એ ભારત સરકાર દ્વારા કરાયેલા એક સર્વેમાં બહાર આવ્યું છે કે ધૂમ્રપાન કરનારાઓ અને શાકાહારીઓ ને કોવિડ - 19 ના ચેપનું જોખમ ઓછું રહે છે. સર્વે ના જણાવ્યા અનુસાર કોરોના રોગ એ શ્વસન રોગ હોવા છતાં ધૂમ્રપાન તેને અટકાવવા સમર્થ છે. કારણ કે ધૂમ્રપાન થી મ્યુક્સ પ્રોડક્શન (લાળ) વધી જાય છે. જે ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ નુ કામ કરે છે.
140 ડોકટરો અને વૈજ્ઞાનિકો એ કર્યું પરીક્ષણ :- સર્વે મુજબ ફાઈબર યુક્ત શાકાહારી ભોજન કોરોના સામે ઇમ્યુનીટી વધારવામાં સારી ભૂમિકા ભજવે છે. કારણ કે ફાઈબર યુક્ત શાકાહારી ભોજન પેટમાં રહેલા બેક્ટેરિયામાં બદલાવ થાય છે જેથી રોગપ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે. સોર્સ કોવી 2 સામે એન્ટીબોડી ની હાજરી અને ચેપના સંભવિત જોખમ પરિબળોને નિષ્ફળ બનાવવાની ક્ષમતા ને શોધવા 140 ડોકટરો અને સંશોધન કરતા વૈજ્ઞાનીકો ની ટીમે આ કાર્ય હાથ ધર્યું હતું.
સર્વેમાં 40 થી વધુ પ્રયોગશાળા અને કેન્દ્રોમાં કામ કરવા વાળા અને તેમના પરિવારો ના સભ્યો સહિત 10,427 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ લોકોએ સ્વૈચ્છિક રીતે ભાગ લીધો હતો. આની પહેલા ઈટલી, ન્યુયોર્ક અને ચીન ના રિપોર્ટમાં સ્મોકિંગ કરવા વાળા લોકોમાં કોવિડ નુ જોખમ ઓછુ થાય છે એવા સમાચાર સામે આવ્યા હતા.
અમેરિકામાં પણ આવા જ તથ્યો સામે આવ્યા હતા. :- અમેરિકા ના સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન ના સર્વેમાં પણ આવા તથ્યો સામે આવ્યા હતા. આ સર્વેમાં કોવિડ 19 માં પોઝિટિવ આવેલા 7,000 થી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ સર્વે માં જાણવા મળ્યું કેે અમેરિકામાં 14% લોકો સ્મોકિંગ કરે છે. જ્યારે કોરોનાની ઝપેટમાં આવેલા માત્ર 1.3% લોકો જ સ્મોકિંગ કરવા વાળા હતા.
બ્રિટનમાં પણ આ વલણ જોવા મળ્યું :- આવી રીતે યુનિવર્સિટી કોલેજ લંડન એ પણ યું.કે., ચીન, અમેરિકા અને ફ્રાંસ ના 28 સ્ટડી નિષ્ણાતોએ જોયું કે કોવિડ 19 ના કારણે હોસ્પિટલ માં જવા વાળા દર્દીઓ માં ધૂમ્રપાન કરવા વાળા લોકો ઓછા ગયા છે. બ્રિટન માં ધૂમ્રપાન કરવા વાળાની ટકાવારી માત્ર પાંચ ટકા જ છે જે બ્રિટનમાં ધૂમ્રપાન કરનારાઓની તુલનામાં ત્રીજા સ્થાને છે એટલે કે 14.4% છે.
આમ, સર્વે મુજબ ધૂમ્રપાન કરવા વાળા લોકોમાં કોવિડ 19 રોગનું જોખમ ઓછું રહે છે. આ પરિણામો ની પુષ્ટિ ફ્રાન્સમાં પણ કરવામાં આવી હતી. જેમાં સમાન વયના લોકોમાં ધૂમ્રપાન ન કરનાર લોકો કરતાં ધૂમ્રપાન કરનાર લોકોમાં કોવિડ 19 નુ જોખમ 80% ઓછું છે.