આજે ગુજરાતની પરિસ્થિતિ એટલી વણસી છે કે હવે સરકાર કઈ કરી શકે તેમ નથી. હાલની સ્થિતિમાં સરકાર પણ માથું ખંજવાળી ને ઉભી રહી ગઇ છે. તેને ખબર જ નથી કે હવે આગળ શું કરવું. હાઇકોર્ટ વારંવાર સરકારને સવાલ પૂછી રહી છે પરંતુ લલ્લુ જેવા જવાબ આપીને સરકાર ઊભી રહી જાય છે.
આજે હાઈકોર્ટમાં ઓનલાઇન સુનાવણી હતી હાઈકોર્ટે રેમડેસીવિર ઇન્જેક્શનની સર્જાયેલી તંગી અંગે કહ્યું, દર્દીઓને રેમડેસીવિર ઇન્જેક્શન પણ ડોસવાઈઝ આપો. જો કોઈને 2 આપો તો બાકીના ચાર આપવા આપણી ફરજ છે. કારણ કે છ ઈન્જેકશન નો ડોઝ હોય છે. હવે તમે ૨ આપી ને કહો કે નથી એમ ન ચાલે. હોય તો પૂરા આપો. પૂરતા ડોઝ ન હોય તો આપવા જ નહીં. દર્દીના સગા બિચારા ફરી ફરીને થાકી જાય છે.
તાત્કાલિક સારવાર અને ૧૦૮ને પ્રાથમિકતા આપવા મુદ્દે રાજ્ય સરકારેસોગંદનામામાં કોઈ રજૂઆત ન કરતા કોર્ટે ટકોર કરી કે હજી પણ હોસ્પિટલ બહાર ૪૦ એમ્બ્યુલન્સ ઉભી રહે છે. દર્દીઓને એટેન્ડ કરવા માટે કોઈને ગોઠવો તો ખબર પડે કે દર્દીને કેવી જગ્યા છે. તમે માત્ર લાઈનનો જ કરાવો છો. કોઈને ઓક્સિજનની જરૂર ન હોય તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલો. કોઈને ઓક્સિજનની જરૂર હોય તેને ઓક્સિજન આપો અને ICUની જરૂરિયાતવાળા દર્દીને તાત્કાલિક દાખલ કરો.
જો કે રાજ્યમાં પ્રાઇવેટ હોસ્પિટલ દર્દીઓને ના પાડે છે. અમે એડમિટ નહીં કરીએ તો તેને પ્રાયમરી ટ્રીટમેન્ટ તો આપો અથવા તેને ઇન્જેક્શન કે દવા તો આપો. હોસ્પિટલ દર્દીઓને ના કેમ કહી દે છે ? હોસ્પિટલમાં આયોજન બંધ સુવિધા ઉપલબ્ધ કરાવો કે કેટલા બેડ છે કેટલા ખાલી છે તેની જાણ કરો. જેથી દર્દીઓને પણ ખબર પડે તેને બીજે જવું કે નહીં.
વધુ માહિતી જાણવા ઉપરનો વિડીયો જુઓ.