Official માહિતી: ૫ મેં સુધી લાગુ રહશે નવું જાહેરનામું, મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત

ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાનીએ ગઈ કાલે ફેસબુક પેજ ના માધ્યમથી live આવીને લોકો ને રાત્રિ કર્ફ્યુ અને નવા નિર્ણયોની માહિતી જણાવી હતી, જે માહિતી આજથી 5 મેં સુધી લાગુ રહશે. 

CM વિજયભાઈ દ્વારા માહિતી: આપ સૌને ફરીથી અપીલ કરું છું કે, આવો આપણે સૌ સાથે મળીને એકજૂટ થઈને કોરોના સામેની લડાઈ લડીએ. SMS એટલે Social Distancing-Mask-Sanitise એને ગયા વખતની જેમ જ આપણે મોટા પાયે એનો અમલ કરીએ. વેક્સિનના મંત્રનું પાલન કરીએ અને 29 શહેરોમાં જે નિયંત્રણ લાદવામાં આવ્યા છે તેનું ચુસ્ત પાલન કરીએ.

ગામડાઓને પણ હું વિનંતી કરવા માંગું છું. આ વખતે ગામડાઓમાં પણ સંક્રમણ વધ્યું છે. ગામે નક્કી કરવું પડે કે અમારા ગામમાં સંક્રમણ વધવા નહીં દઈએ. અમારા ગામમાં તાત્કાલિક સારવાર આપીશું અને અમારા ગામમાંથી એક કેસ હોસ્પિટલમાં નહીં જાય. તો આપણું મોટાભાગનું કામ પૂરું થશે.

આપણી પાસે આ વખતે વેક્સિન જેવું શસ્ત્ર પણ છે. ઝડપથી વેક્સિન લોકો લગાવે એ પણ જરૂરી છે પણ સાથે સાથે કોવિડના નિયમોનું ચુસ્ત પાલન થાય એ પણ જરૂરી છે.

  • જે 20 શહેરોમાં કરફ્યુ હતો તે ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ રહેશે. તદ્‌ઉપરાંત તા. 28 એપ્રિલ, 2021 થી 5 મે, 2021 સુધી વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારનો નિર્ણય.
  • આ નિયંત્રણો દરમિયાન અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
  • તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ SOPના ચુસ્તપણે પાલન સાથે યથાવત ચાલુ રહેશે.
  • તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
  • તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.
  • મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
  • શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન સિવાયના તમામ APMC બંધ રહેશે.
  • સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
  • સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
  • સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 50 વ્યક્તિઓ અને અંતિમવિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.

ગુજરાતમાં કોરોના વાયરસ ના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ભાવનગર જિલ્લાના જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામું નીચે જોડેલ છે. આપ ડાઉનલોડ કરી માહિતી વાચી શકશો. આ ઉપરાંત વધારે માહિતી ઉપર video માં સમજાવેલ છે. 

View Document