ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને હાલમાં 2 મહત્ત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.
1) કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારે લગાવ્યો વધુ એક પ્રતિબંધ:
ગુજરાતમાં કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર દ્વારા એક પછી એક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત સરકારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) 7 મે સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે અને તેમની સાથે લર્નિંગ લાયસન્સની કામગીરી પણ 7 મે સુધી બંધ કરવામાં આવશે. સાથે ITI માં વર્ક ફ્રોમ હોમ રહેશે. કોરોના સંક્રમણને ધ્યાન માં લેતા સરકારી, ગ્રાન્ટ ઈન એડ અને સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સની કામગીરી 7 મી મે સુધી બંધ રહેશે.
નવા નિયમો મુજબ ગુજરાતમાં કાચાં લાઇસન્સ ની ટેસ્ટ આપવાં માટે ITI એ જવાનું હોય છે જે મુજબ 7 મેં સુધી ITI બંધ રહશે જેમની દરેક વ્યક્તિએ નોંધ લેવી.
2) કોરોના માં ડિટેન થયેલ વાહન RTO માં છોડાવવા જવાની જરૂર નહીં પડે.
પોલીસ પાસે યોગ્ય દંડ ભરી વાહન છોડાવી શકાશે. ( માંડવાળ ની રકમ વસૂલવાની સત્તા પોલીસ હેડ કોન્સ્ટેબલ અને ઉપલા અધિકારી ને અપાઈ છે.) ગુજરાત રાજ્યનાં પોલીસ વડાએ પત્ર લખીને સૂચના આપી છે અને નવું જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામું ગુજરાતમાં 15 મેં સુધી લાગુ રહશે.
આ માહિતીને વધારે સમજવા ઉપર આપેલ વિડિયો જોવો અને આ માહિતી ગુજરાતનાં દરેક વ્યક્તિ જાણી શકે તે માટે શેર કરો.