khissu

1 મે થી બદલાશે આ નિયમો : જાણી લો ક્યાં ક્યાં નિયમોમાં થશે ફેરફાર, નહિ તો થશે નુકસાન

એપ્રિલ મહિનો પૂરો થવાનો હવે આજનો દિવસ બાકી રહ્યો છે. ત્યારે 1 મે થી સામાન્ય લોકો માટે ઘણા ફેરફાર લાગુ થઈ જશે. તો આજે જ જાણી લ્યો કે આવતા મહિને શું શું ફેરફાર થવાના છે? જેમાં બેંકિંગ, ગેસ સિલિન્ડર, કોરોના વેક્સિન થી જોડાયેલા અલગ અલગ નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની સીધી જ અસર સામાન્ય લોકો પર પડી શકે છે. તો તમે પણ આ નિયમો વિશે જાણી લો.

18 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે રસી :- કોરોના મહામારી ના વધતા વિનાશ વચ્ચે 1 મે થી રસીકરણ નુ ત્રીજો તબક્કો શરૂ થશે. જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. ત્રીજા તબક્કામાં સરકારે ઘણા ફેરફાર કર્યા છે. આ વખતે સરકારે વેક્સિન લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ને ફરજીયાત કરી દીધી છે.

ગેસ સિલિન્ડર ના ભાવમાં ફેરફાર થશે :- સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર ના ભાવમાં ફેરફાર કરતી હોય છે. 1 મે એ પણ ગેસ સિલિન્ડર ના નવા ભાવો બહાર પાડવામાં આવશે. 

આ પણ વાંચો: ડોક્ટરો અને વૈજ્ઞાનિકોનો દાવો: જાણો ધુમ્રપાન કરતાં અને શાકાહારી ભોજન કરતાં લોકોને કોરોનાના જોખમ કેટલું?

પોલિસીની કવર રકમ બે ગણી કરવામાં આવશે :- કોરોના ની બીજી લહેર વચ્ચે વીમા નિયમનકાર આરોગ્ય સંજીવની પોલીસી (Aarogya Sanjeevani Policy) નો વિસ્તાર વધાર્યો છે. હવે તમામ કંપનીઓએ 50 હજારથી લઇને 10 લાખ રૂપિયા સુધીની Mandatory Insurance Policy ગ્રાહકોને આપવાની રહેશે. ગયા વર્ષે 1 એપ્રિલથી શરૂ થયેલી આરોગ્ય સંજીવની સ્ટાન્ડર્ડ પોલિસીની મહત્તમ કવરેજ મર્યાદા 5 લાખ રૂપિયા હતી અને જુલાઈમાં આઇઆરડીએઆઈ (IRDAI) એ મર્યાદા વધારવા માટે સ્વૈચ્છિક છૂટ આપી હતી, પરંતુ તમામ કંપનીઓએ તેમાં રસ દાખવ્યો ન હતો. હવે તેમને 1 મે સુધીમાં આવી પોલીસી શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

Axis Bank કરવા જઈ રહી મોટા ફેરફાર :- એકસિસ બેંકે 1 મે થી સેવિંગ ખાતામાં ન્યુનતમ બેલેન્સ રાખવાનો નિયમ બદલી નાખ્યો છે. પહેલા ATM  જે ચાર્જ હતો તે ચાર્જ હવેથી ડબલ ચૂકવવો પડશે. આ સિવાય બેંકે અન્ય સેવાઓ માટેના ચાર્જમાં પહેલેથી જ વધારો કરી દિધો છે. એક્સિસ બેંકે ન્યુનતમ એવરેજ બેલેન્સ ની લિમિટ ને વધારી દીધી છે. પહેલા ન્યુનતમ બેલેન્સ એવરેજ 10,000 હતી જે વધારીને 15,000 કરી નાખવામાં આવી છે.

આ પણ વાંચો: Axis Bank ના ગ્રાહકોને મોટો ઝટકો: મિનિમમ બેલેન્સ, SMS, સેલેરી અકાઉન્ટ, રોકડ ઉપાડ વગેરે નિયમો બદલાયા, જાણો બદલાયેલાં નવા નિયમો

મેં મહિનાની અંદર બેંકો કુલ 12 દિવસ સુધી બંધ રહેશે :- જો કે એવા પણ દિવસો હશે જેમાં દેશની તમામ બેંકો બંધ નહીં હોય, પરંતુ અમુક રાજ્યોમાં જ બંધ રહેશે. આરબીઆઈ (RBI) વેબસાઇટ પર આપવામાં આવેલી રજાઓની લિસ્ટમાં કેટલીક રજાઓ છે જે ફકત સ્થાનિક રાજ્યો સ્તરે જ અસરકારક હોય છે.