શું ખરેખર રસી લીધાના બે વર્ષ બાદ લોકોના મૃત્યુ થશે? જાણો શું છે વાયરલ મેસેજની સચ્ચાઈ?

શું ખરેખર રસી લીધાના બે વર્ષ બાદ લોકોના મૃત્યુ થશે? જાણો શું છે વાયરલ મેસેજની સચ્ચાઈ?

સરકાર દેશમાં કોરોના મહામારી ને રોકવા વેક્સિનેશન ને વેગ આપી રહી છે. બીજી તરફ, કેટલાક લોકો રસીકરણ અંગે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં ફ્રેન્ચ નોબેલ વિજેતા કહે છે કે જે લોકો કોરોના રસી લેં છે તેનું 2 વર્ષની અંદર મૃત્યુ થઈ જાય છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ દાવો તદ્દન ખોટો છે અને રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે.

નોબેલ વિજેતા અને ફ્રેન્ચ વાઈરોલોજિસ્ટ લ્યુક મોન્ટેનિયર દ્વારા એક મેસેજ શેર કરવામાં આવ્યો છે. વાયરલ મેસેજમાં લખ્યું છે કે જેમને રસી મળે છે તે બધા લોકો બે વર્ષમાં મરી જશે. નોબેલ વિજેતા લ્યુક મોન્ટેનિયર એ સ્પષ્ટતા કરી છે કે જે લોકોએ રસી લીધી છે તેની બચવાની કોઈ સંભાવના નથી.

વાયરલ મેસેજમાં જણાવવામાં આવ્યું મોત નુ કારણ :- મેસેજ માં જણાવવામાં આવ્યું છે કે રસીના ઘટકોનો અભ્યાસ કર્યા પછી અન્ય પ્રમુખ વાઇરોલોજિસ્ટ નાં વૈજ્ઞાનિકો એ સમર્થન આપ્યું છે. જે લોકોએ રસી લીધી છે તે એન્ટીબોડી ની વૃદ્ધિ થવાથી મરી જશે.

PIB ટીમે કરી તપાસ :- કેન્દ્ર સરકાર નાં મંત્રાલયો, વિભાગો અને યોજનાઓ અંગેના સમાચાર ચકાસવા માટે PIB (The Press Information Bureau) એ ફેકટ ચેક ટીમ બનાવી છે. જેને ફેકટ ચેક યુનિટ કહેવામાં આવે છે. PIB ફેકટ ચેક ટીમે આ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે આ મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નોબેલ વિજેતા દાવો કરી રહ્યા છે કે રસી લીધા બાદ બે વર્ષની અંદર માણસનું મૃત્યુ થઈ જાય છે આ વાત તદ્દન ખોટી છે. કોરોના રસી સુરક્ષિત છે અને આ મેસેજ ફોરવર્ડ ન કરો.

તમે PIB ફેકટ ચેક ટીમ ની મદદથી કોઈપણ મેસેજની સત્યતા જાણી શકો છો. આ હેઠળ મીડિયા અને સરકારી યોજનાઓ સબંધિત સમાચારની સાચી માહિતી જાણી શકો છો. જો તમારી પાસે ડાઉટફૂલ મેસેજ છે તો તમે factcheck.pib.gov.in અથવા તો વોટ્સ એપ નંબર +918799711259 પર મોકલી શકો છો. અથવા તો pibfactcheck@gmail.com ઇમેઇલ એડ્રેસ પર મેઈલ કરી શકો છો.