આવતી કાલે 1 જૂન હોવાથી ઘણાં નિયમોમાં ફેરફાર જોવા મળશે. જેમાં બેંક સાથે જોડાયેલ નિયમો, ગેસ સિલિન્ડર ના ભાવોને લઈને, સોના પર હોલમાર્કના નિયમને લઈને અને ચોમાસા ને લઈને ખૂબ જ અગત્યની માહિતી ઉપર વિડિયોમાં જણાવેલ છે.
1) ગેસ સિલિન્ડર ના ભાવો બદલાશે: હાલ 14.2 કિલો LGP ગેસ સિલિન્ડર નો ભાવ 809 રૂપિયા છે. દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર ના ભાવો માં ફેરફાર થતો હોય છે. જે મુજબ આવતી કાલે નવો ભાવ જાહેર કરવામાં આવશે.
2) 1 જૂને ચોમાસુ બેસી જશે: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌથી પહેલાં ચોમાસુ ભારતનાં કેરળ માં બેસતું હોય છે તે મુજબ આ વર્ષે પણ ચોમાસું 1-3 તારીખ વચ્ચે કેરળ માં દસ્તક દેશે. જોકે ખાનગી સંસ્થા skymete જાહેરાત કરી આપી છે કે ચોમાસુ બેસી ગયુ છે પણ હજી હવામાન વિભાગ ની official જાહેરાત બાકી છે.
3) જીમેઈલ સાથે જોડાયેલા નિયમોમાં થશે ફેરફાર:- 1 જૂનથી ગૂગલ કંપની એક મોટો બદલાવ લાવી રહી છે. ગૂગલ ફોટો માં 1 જૂનથી અનલિમિટેડ ફોટો અપલોડ નહિ કરી શકો. ફકત ફોટો જ નહિ પરંતુ 1 જૂનથી ઘણું બદલાઈ જશે. ગૂગલ કંપનીએ આપેલી માહિતી મુજબ 15 GB નુ સ્ટોરેજ દરેક યુઝર ને મળશે. આ સ્ટોરેજમાં જીમેઈલ નાં ઇમેઇલ નો સમાવેશ કરવામાં આવશે. આ સાથે તેેેમાં ગુગલ ડ્રાઈવ નો પણ સમાવેશ કરવામાં આવશે. હવે તમારે 15 GB થી વધુ સ્ટોરેજ નો ઉપયોગ કરવા પૈસા આપવા પડશે.
4) 1 જૂનથી બદલાઈ જશે ચેક પેમેન્ટનાં નિયમો:- બેંક ઓફ બરોડા 1 જૂન 2021 થી ગ્રાહકો માટે ચેકના નિયમોમાં ફેરફાર કરી રહી છે. ફ્રોડ લોકોથી બચવા બેંકે પોઝિટિવ પે સિસ્ટમ શરૂ કરી છે. પોઝિટિવ પે સિસ્ટમ એક પ્રકારનું એવું ટૂલ છે જે ફ્રોડ કરવા વાળા લોકોને પકડશે. બેંક ઓફ બરોડા નાં અધિકારીઓનું કહેવું છે કે ગ્રાહકો જ્યારે 2 લાખ કે તેથી વધુનો બેંક ચેક આપશે ત્યારે પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેકની જાણકારી reconfirm કરવી પડશે. આ નિયમ 1 જૂનથી અમલમાં આવશે.
5) કામની વાત: આજથી બદલાય જાશે બેંકમાં આ નિયમો. જો તમારું ખાતુ બેંક ઓફ બરોડા, કેનરા બેંક, સિન્ડીકેટ માં છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ ગણી શકાય. કારણ કે આજથી આ ત્રણેય બેંકોના IFSC કોડ બદલાઈ જશે. સાથો સાથ બેંક ઓફ બરોડા એ આજથી પોઝિટિવ પે સિસ્ટમ શરૂ કરી દીધી છે. પોઝિટિવ પે સિસ્ટમ એક પ્રકારનું ફ્રોડ લોકોને પકડવાનું હથિયાર કહી શકાય.
6) ગુજરાતમાં એસ. ટી બસમાં હવે 75 ટકા મુસાફરોને મંજુરી: કોરોનાના કેસોમા ઘટાડો થતાં એસ. ટી. નિગમ એ સમગ્ર એસ. ટી. બસો શરૂ કરવાનો મહત્વ પૂર્ણ નિર્ણય લીધો હતો. હવે એસ. ટી. બસમાં હવે 75 ટકા સીટિંગ કેપેસિટિ સાથે મુસાફરી થઈ શકશે. 50 ટકાની જગ્યાએ 75 ટકાની કેપિસિટી રાખવામાં આવી છે. સવારે 6 થી 9 વાગ્યા સુધી બસને મુસાફરી ની છુટ અપાઈ છે.
7) ગુજરાત સમાચાર: વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે નિર્ણય. અભ્યાસ અર્થે વિદેશમાં જતા ગુજરાતના વિદ્યાર્થીઓ ને કોવિડ વેક્સિનેશનમાં અગ્રતા અપાશે. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જશે. આવા વિદ્યાર્થીઓ ને રસીકરણ માં અગ્રતા અપાશે. વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. બાળકો માટે બીજી જાહેરાત: યોજના ૨૦૨૧ / મુખ્યમંત્રી બાળ સેવા યોજના: આ બાળકોને મળશે મફત શિક્ષણ, સ્વાસ્થ્ય વીમો, માસિક સહાય વગેરે...
વધારે માહિતી વાંચવા અહી ક્લિક કરો: 1 જૂનથી આ નિયમોમાં થશે મોટાં ફેરફાર: બેંક, ગેસ, Income Tax, google વગેરેમાં થશે ફેરફાર, જાણી લો નહિતર થશે નુકસાન