કોરોના ની બીજી લહેર દરમિયાન રાજ્યોમાં મીની લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર ખૂબ મોટી અસર થઈ છે. આને કારણે ગરીબ મજૂરોના રોજગાર પર પણ ભારે અસર પડી છે. દેશના લાખો ગરીબો અને પ્રવાસી મજૂરોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમને મોટી રાહત આપી છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે PMJAY યોજના હેઠળ દેશનાં આશરે 80 કરોડ ગરીબ પરિવારોને આ યોજના અંતર્ગત દિવાળી સુધી ફ્રી માં અનાજ આપવામાં આવશે. ગયા વર્ષે પણ પીએમ મોદીએ મહામારી ને ધ્યાનમાં રાખીને ગરીબોને મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: Driving Licence સાથે આધાર કાર્ડ લિંક ફરજીયાત: ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવુ?
દેશને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે સરકારે આજે નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ને દિવાળી સુધી લંબાવવામાં આવી છે. નવેમ્બર સુધી 80 કરોડ થી વધુ દેશવાસીઓ ને દર મહિને નક્કી કરેલ જથ્થામાં મફત અનાજ મળશે.
આ અગાઉ પણ પીએમ મોદીએ કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ જરૂરિયાતમંદ ગરીબ પરિવારો ને મફત અનાજ આપવાનું નક્કી કર્યું હતું. તે સમયે પીએમ મોદીએ મે જૂન 2021 સુધી દેશના તમામ રાશનકાર્ડ ધારક ગરીબ પરિવારોને મે જૂન મહિના સુધી વ્યક્તિ દીઠ પાંચ કિલો મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી.
તે સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે દેશમાં કોરોના વાયરસ ની બીજી લહેર નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગરીબોના પોષણ ની કાળજી લેવાની જવાબદારી સરકાર ની છે. મે અને જૂન મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યક્તિ દીઠ પાંચ કિલોના દરે ગરીબોને રાશન આપવા માટે 26,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે જ્યારે સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું હતું તે દરમિયાન પણ જરૂરિયાતમંદ પરિવારો ને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ફ્રી માં રાશન મળ્યું હતું.
આ પણ વાંચો: SBI ના ગ્રાહકોને મોટો ઝટકો: ૧લી જુલાઈથી નવા નિયમો લાગુ, જાણી લો આ નિયમો નહિતર થશે નુકસાન
આ માહિતી તમામ લોકો જાણી શકે તે માટે તમારા WhatsApp ગ્રુપ તથા તમારા Facebook ગ્રુપમાં શેર કરો અને આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરી લો. અત્યારે જ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.