આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકે કાલે જાહેરાત કરી છે કે હવે અન્ય બેંકોના 20 લાખથી વધુ ગ્રાહકો તેની મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન 'આઈમોબાઇલ પે' ના નવા સંસ્કરણનો ઉપયોગ કરી રહ્યા છે. બેન્કે અન્ય બેંકોના ગ્રાહકો સહિત 'આઈમોબાઇલ પે' ખોલ્યાના માત્ર પાંચ મહિનાના ગાળામાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આમ, આ સિદ્ધિ દેશભરના વપરાશકર્તાઓ તરફથી આઇમોબાઇલ ને મળેલ વ્યાપક સ્વીકૃતિનું એક પ્રમાણ છે. હજી સુધી પ્રાપ્ત થયેલા વલણો દર્શાવે છે કે વપરાશકર્તાઓ એપ્લિકેશન દ્વારા 'પે ટુ કોન્ટેક્ટ', બિલ પેમેન્ટ્સ અને 'સ્કેન ટુ પે' જેવી વિવિધ સુવિધાઓનો આનંદ લઈ રહ્યા છે.
આઈસીઆઈસીઆઈ બેંકે તમામ બેન્કોના ગ્રાહકો માટે ડિસેમ્બર 2020 માં પોતાનું મોબાઇલ બેન્કિંગ પ્લેટફોર્મ 'આઈમોબાઇલ પે' શરૂ કર્યુ હતુ. આ ઉપરાંત, બેંકે ઉદ્યોગની પ્રથમ નોંધપાત્ર આંતર-કાર્યક્ષમતાની સુવિધા પ્રદાન કરી છે.
કોઈપણ બેંકના વપરાશકર્તાઓને તેમના ખાતાને આ એપ્લિકેશન સાથે લિંક કરવા સક્ષમ બનાવે છે અને આ રીતે ડિજિટલ રૂપે ચુકવણી/વ્યવહાર કરવાનું પ્રારંભ કરે છે. આઈસીઆઈસીઆઈ બેંકે કોરોના મહામારીના પડકારજનક સમયમાં ગ્રાહકોને ઘરે બેઠાં બચત ખાતા, હોમ લોન, ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન સહિતની સંપૂર્ણ સેવાઓ કરવી શક્ય બનાવી છે.
આઈસીઆઈસીઆઈ બેંક હંમેશાં નવીનતાઓ લાવવામાં વિશ્વાસ કરે છે જે ગ્રાહકોની બેંકિંગ સેવાઓ સરળ બનાવે છે. બેંકે વર્ષ 2008 માં દેશમાં પહેલી મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન રજૂ કરી, જેને 'આઇ મોબાઇલ' કહેવામાં આવતુ હતુ. બેંકે પાંચ મહિના પહેલા જ તેનું નામ 'આઈમોબાઈલ પે' રાખ્યું છે.
ખાસ કરીને 'પે ટુ કોન્ટેક્ટ', બિલ પેમેન્ટ્સ અને 'સ્કેન ટુ પે' જે સુરક્ષિત અને સલામત રીતે ડિજિટલી ચુકવણી શક્ય બનાવે છે. ઉપરાંત, ઘણા ગ્રાહકો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી બેંક સાથે એક નવો સંબંધ ઉમેરી રહ્યા છે. તેઓ બચત ખાતું ખોલી રહ્યા છે અને ક્રેડિટ કાર્ડ, હોમ લોન અને વ્યક્તિગત લોન માટે અરજી કરી રહ્યા છે. અમને અત્યાર સુધી મળેલા જબરદસ્ત પ્રતિસાદને જોતા, અમે અપેક્ષા રાખીએ છે કે વધુ અને વધુ વપરાશકર્તાઓ આગામી દિવસોમાં એપ્લિકેશન ડાઉનલોડ કરશે અને તે પૂરી પાડતી સેવાઓનો અનુભવ કરશે.
'આઇમોબાઈલ પે' નો ઉપયોગ શરૂ કરવા માટે, કોઈપણ બેંકના ગ્રાહકો તેમના બેંક એકાઉન્ટને એપ્લિકેશન સાથે લિંક કરી શકે છે, યુપીઆઈ આઈડી જનરેટ કરી શકે છે અને વ્યવહાર શરૂ કરી શકે છે. દેશભરના બેંક ખાતાધારકોએ એપ્લિકેશનમાં ભારે રસ દાખવ્યો છે. તેમાં નવી દિલ્હી, બેંગલોર, ચેન્નાઈ, હૈદરાબાદ, લખનઉ, પટના, જયપુર, અમદાવાદ સહિતના મેટ્રો શહેરો અને મુખ્ય રાજ્યોની રાજધાનીઓ તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો છે.
વપરાશકર્તાઓને વધુ સગવડ આપવા માટે ડીટીએચ, વીજળી, ગેસ અને પાણી, ફાસ્ટેગ રિચાર્જ (અન્ય બેન્કો સહિત), વીમા અને મોબાઇલ પોસ્ટપેડ બીલો જેવી યુટિલિટી સેવાઓ માટે ત્વરિત ચુકવણી કરવા માટે બેંકે એપ્લિકેશનની હોમ સ્ક્રીન પર આ સેવાઓ ઉમેરવામાં આવી છે.